સવારથી સાંજ સુધી બુલડોઝર ધણધણ્યું: દબાણો તુટયા માત્ર ૧૮

જુનાગઢ મનપા દ્વારા દાતારથી પંચેશ્વર જવાના રસ્તાને કલિયર કરવા માટે ગઈકાલે ૨ થી ૩ મકાન અને એક દિવાલને નિશાન બનાવાયા હતા. જયારે આધારભૂત સુત્રોમાં ચાલતી ચર્ચા મુજબ ૧૮થી વધુ મકાનો નડતરરૂપ હોય તેનું ડિમોલીશન કરવાની વાત હતી છેક સવારથી ઢોલ પીટતી મનપાએ સાંજ સુધીમાં જે કામગીરી કરી તેને લઈને શહેરમાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. લાંબી લચક યાદી કર્યા બાદ થયેલી કામગીરી સામે દરેક શંકાની નજરે જોઈ રહ્યા છે.1010 2આ અંગે વધુ વિગત અનુસાર ગઈકાલ સવારથી જુનાગઢ મનપાની ટીમ સજીધજીને લાંબી લચક યાદી લઈ દાતાર રોડ પર દાતાર ચોકડીથી પંચેશ્વર સુધીના વિસ્તારને કલીયર કરવા પહોંચી હતી. આ કામગીરીમાં ૧૮થી વધુ મકાનો અડચણરૂપ હોય મનપાની દબાણ શાખાની ટીમ સવારે પહોંચી હતી.3030એ ડિવીઝન પોલીસ હથિયારધારી પોલીસ, મહિલા પોલીસ ૧૦૮ની ટીમ, પીજીવીસીએલની ટીમ, જેસીબી, ટ્રેકટર વગેરે સાધનો સહિત લાવ લશ્કર સાથે મનપાના દબાણશાખાની ટીમ દાતાર ખાત પહોંચયા હતા. જોકે સ્થાનિક મહિલાઓએ ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો અને મકાન તો દુર નહીં જ કરવા દઈએ તેમ જણાવ્યું હતું.4040ડેલા પાસે જ ઉભા રહી જતા જેસીબીને બ્રેક લાગી ગઈ હતી. બાદમાં અનેક વખત સમજાવટ છતાં સ્થાનિક લોકોનો ગુસ્સો શાંત ન પડતા મનપાની ટીમ પરત ફરી હતી જોકે બાદમાં ૨-૩ મકાનો અને દિવાલો દુર કરી હોવાનો મનપાએ દાવો કર્યો છે.5050 સવારે ૧૮ મકાનોના ડિમોલેશનની વાત કરનાર અધિકારીઓના સુર બપોર બાદ બદલાઈ ગયા હતા અને માત્ર પુલનું કામ શરૂ કરવામાં નડતરરૂપ મકાન અને દિવાલો જ દુર કરવાની હતી તેવો રાગ હતો. ૧૮ મકાનોમાંથી માત્ર ૨-૩ મકાનો દુર કરવા સુધીની કામગીરી કરી મનપાએ સંતોષ માની લેતા કુલડીમાં ગોળ ભાંગી લીધો કે શું ? તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.