ગજની ઘોડી અને સવાગજના ભાઠાની કહેવત મુજબ કોર્પોરેશનના ચોપડે હજારો મકાનો સામે કરોડોના ખર્ચે લાખો ડસ્ટબીન
૨જી ઓકટોબર ગાંધી જયંતિના દિવસે સ્વચ્છતા અભિયાનને ત્રણ વર્ષ પુરા થાય છે. હાલ નકકર કામગીરીના અભાવે અને તંત્રની નિર્ભરતાના કારણે પ્રજામાંથી ફરિયાદો થવાનું ઓછું થયું છે અને મનપા તંત્ર તેની વાહ વાહ જાતે લઈ લીધી છે. આગામી સમયમાં તાજેતરમાં એક કાર્યક્રમમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેકટ આકાર લઈ રહ્યો છે. જેનું ભારણ મનપા પર લગભગ ૮૦ કરોડ ‚પિયા જેવું રહેશે. આ સિવાય ડોર ટુ ડોર કચરાનું કલેકશન હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ તેમજ સરકારી ઓફિસોના ઈન્સ્પેકશન ચલાવવામાં આવશે. આમા નં.૧ રહેનારાઓને રોકડ એક લાખ સુધીનો પુરસ્કાર આપવામાં આવશે તેવી જાહેરાત તાજેતરમાં કરાઈ હતી.
સ્વચ્છતા અભિયાન શું છે ? તેની આ લોકોને વાસ્તવિક ખબર જ હજુ સુધી જાણે ન પડી હોય અને આ અભિયાન અત્યાર સુધી ફકત એક લાગતા વળગતાઓ અને મળતીયાઓ માટે જુનાગઢમાં કમાવવાનું સાધનથી વિશેષ કંઈ પ્રજાને દેખાયુ નથી. લોકોમાં જન જાગૃતિ આવે તેના માટેના એક પણ નકકર કાયદા કે કામ અહીં કરાયા નથી. સેનેટરી ઈન્સ્પેકટર પોતાના વિસ્તારમાં જઈ કોઈપણ વ્યકિતને આ બાબતે દંડે ત્યારે પણ રીતસર મનપામાંથી જ આ ઈન્સ્પેકટર પર ભલામણનો દોર શ‚ થઈ જાય છે અને કદાચ તેનાથી આ ઈન્સ્પેકટર કાબુમાં ન આવે તો રાજકારણી મહાન નીતિઓને પણ આ બાબતે કામે લગાડી દેવામાં આવે છે.
તાજેતરમાં ડસ્ટબીનોની ખરીદી બાબતે મનતા તંત્રે જાહેરાત કરી હતી કે લગભગ સવા બે કરોડથી વધુના ખર્ચે બે લાખથી વધુના ડસ્ટબીન ખરીદી સફાઈ અભિયાનના ભાગ‚પે તેનું વિતરણ કરાશે. આ વાત ફકત બોલવા ખાતર બોલાવી હોય તેમ જુનાગઢના જાગૃત નાગરિક દિલીપ સોલંકીએ આંકડાકીય માહિતીઓ ગળે ન ઉતરતા આ મુદાની આરટીઆઈ મનપામાં તાજેતરમાં કરતા સતાધીશો આ બાબતે ધંધે લાગ્યા છે.
ખરેખર આવા નાગરીકોની દેશદાઝ જોઈને વધારે જાગૃત થાય તો વાસ્તવમાં સફાઈ અભિયાન શ‚ થઈ જાય હજુ આવનારા સમયમાં આ આરટીઆઈ કરનાર દિલીપસિંહ સોલંકી મનપા સિવાયના અન્ય વિભાગોની સરકારી કર્મચારીઓની સંપતિ બાબતે પણ ચિંતિત હોય. આગામી સમયમાં તેમની જાણકારી સીધી એસઈબીને આપવાની અને નામ જોગ ફરિયાદ કરવાની તૈયારીમાં છે.