પાણી વેરો ૭૦૦થી વધારી ૧૫૦૦ કરાયો: મિલકત વેરામાં ૨૫ ટકાનો વધારો

જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે કમિશનર દ્વારા વર્ષ ૨૦૨૦/૨૧ નું અંદાજપત્ર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયું હતું કમિશનર  દ્વારા  રજૂ કરાયેલા અંદાજપત્ર કુલ ૩૫૬.૬૯ કરોડનું ૭૨.૯૫ લાખનું પુરાંતલક્ષી બજેટ ગણાવી રજૂ કરાયું હતું. પાણી વેરો ૭૦૦ી વધારી ૧૫૦૦ રૂપિયા કરાયો છે. અંદાજપત્રમાં ૨૦૨૦ ૨૧ના વર્ષની તારીખ ૧-૪-૩૦૨૦ની ખુલતી સિલક ૧૭.૭૦ લાખ છે.

વર્ષ દરમિયાન રેવન્યુની ઉપર ૧૧૪.૮૯ કરોડ  અંદાજ રાખવામાં આવ્યું છે અને કેપિટલ ઉપર ૨૪૧.૪૪ કરોડનો અંદાજ રાખવામાં આવેલ છે આવકનો કુલ અંદાજ ૩૫૬.૭૦ કરોડ આકારવામાં આવેલ છે રેવન્યુ ખર્ચ ૧૧૪.૬૫ કરોડનો અંદાજ રાખવામાં આવેલ છે અને કેપીટલ ખર્ચ ૨૪૧.૩૧ કરોડનો અંદાજ રાખવામાં આવેલ છે અને ખર્ચનો કુલ અંદાજ ૩૫૫.૯૬ કરોડ આકારવામાં આવેલ છે જેથી વર્ષાંતે પુરાત સિલિક ૭૨ લાખ ૯૫ હજાર રહેશે. આમ સને ૨૦૨૦-૨૧ નું કુલ બજેટ રૂ.૩૫૬.૬૯ કરોડનું રહેશે.

આ બજેટમાં દરેક વોર્ડમાં વિકાસના કામો કરવા માટે કોર્પોરેટર દીઠ પ્રતિ માસ રૂ. ૮૦ હજારની જોગવાઈ કરવામાં આવી છે જે દરેક કોર્પોરેટરો નિયમો મુજબ પોતાના વોર્ડમાં ઉપયોગ કરી શકશે.

આવકની જેમ ખર્ચ બાબતે રેવન્યુ ખર્ચમાં જેટલો શક્ય તેટલો ઘટાડો કરી નિવારી શકાય તેવા ખર્ચ ઘટાડવા તરફ ધ્યાન આપેલ છે જેમાં રેવન્યુ ખર્ચ રૂ. ૧૧૪.૬૫ કરોડ જે પૈકી મહેકમ ખર્ચ રૂ. ૫૩.૧૫ કરોડ સંભવ છે.

તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં કોઈ મોટા ઉદ્યોગો કે મોટા ઔધોગિક વિસ્તાર આવેલા નથી અને જે મધ્યમ અને નાના કદના ઉદ્યોગ આવેલા છે. તેની પાસેથી કરવેરાની આવક અન્ય કોર્પોરેશનની આવકની સાપેક્ષમાં નહીવત થાય છે તેથી ખુલ્લા પ્લોટ ઉપર ચાર્જ પ્રતિ ચોરસ મીટર રૂપિયા ત્રણ ના બદલે રૂપિયા પાંચ તથા રહેણાક મિલકતો ઉપર પ્રતિ ચોરસ મીટરના રૂ.૨૨ ના બદલે રૂ.૩૦ તથા બિન રહેણાંક માટે રૂ.૪૦ ના બદલે રૂ.૫૦ અને બિન રહેણાકના ખુલ્લા પ્લોટ પર સામાન્ય કરના ૨૦ ટકા લેખે ચાર્જ વસૂલવા તથા ફેક્ટર એફ-૨ અને એફ-૩ માં ૦.૧૦ ટકાનો વધારો કરવામાં આવશે.

તા.૧-૪-૨૦૨૦ થી ૩૦-૬-૨૦૨૦ સુધીમાં પાછલી બાકી રકમ સાથે ચાલુ નાણાકીય વર્ષની વેરાની રકમ ભરપાઈ કરવામાં આવે તો ચાલુ વર્ષની સામાન્ય કરની બાકીની રકમ ૧૦% વોટર અને જો કરદાતા કેશલેશ વેરો ભરશે તો વધારાના ૨% મળી કુલ ૧૨ ટકા વળતર આપવામાં આવશે તથા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ થી તા.૧-૪-૨૦૨૧ થી તા.૩૧-૬-૨૦૨૧ સુધી કરદાતાઓ પોતાની મિલકતની પાછલી બાકી રકમ એકીસાથે ભરપાઈ કરે તો માંગણા બિલમાં દર્શાવેલ અથવા કરદાતા જે તારીખે બિલ ભરપાઈ કરે ત્યાં સુધીનું થતું વ્યાજમાં ૫૦ ટકા રાહત આપવામાં આવશે.

પાણી પુરવઠા માટેનો જરૂરી મહેકમ ખર્ચ, મેઈન્ટેન્સ, વીજળી વપરાશ, મશીનરી ખર્ચ, સને ૨૦૨૦-૨૧ દરમિયાન રૂ.૧૮.૭૫ કરોડ થવાનો અંદાજ છે જેમાં પ્રતિ કલેક્શન ચાર્જ રૂ.૨૯૧૦ જેવો થતો હોય જેથી ઘરવપ્રસનો પાણી વેરો રૂ. ૭૦૦ ના બદલે રૂ.૧૫૦૦ કરવામાં આવશે. જૂનાગઢને સ્વસ્થ અને સુંદર બનાવવા તમામ વિસ્તારોમાં સો ટકા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવામાં આવે છે.

7537d2f3 15

૩૧૧ સીટીઝન મોબાઈલ એપ દ્વારા લોકોની ઓનલાઈન ફરિયાદ નિકાલ સતત ચાલુ રહેશે ટ્રાફિકની જાણકારી મળશે તમામ ટેક્ષ તથા જાહેર સ્થળોની માહિતી મળશે. કોર્પોરેટરો તથા કર્મચારીઓ માટે ટ્રેનિંગ સેમિનારોમાં જવા માટે રૂ.૫૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.

સ્વસહાય જૂથ દ્વારા મહાનગરપાલિકા ઓફિસમાં કર્મચારીઓને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે કેન્ટીનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે જેને સારો આવકાર મળતા વિશેષ વિકાસમાં બહેનોને વધુ રોજગાર પ્રાપ્ત થાય છે. જુનાગઢ મહાનગરપાલિકાના લોકોની સુવિધા માટે નવા વાહન તથા ફાયર ફાઈટરની ખરીદી કરવામાં આવશે તેમજ સરકારી જમીન ખરીદવા માટે જોગવાઈ કરેલ છે.

મહાનગરના લોકોની સુવિધા વધારવા ઓફિસને ત્રણ ઝોનમાં વહેંચી ત્યાં જનસેવા કેન્દ્ર કાર્યરત કરાશે. મહાનગરના લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવા તથા જૂનાગઢને વિશ્વના નકશામાં સ્થાન આપવા જૂનાગઢ મેરેથોન અને હેરિટેજ સેલની જોગવાઈ કરેલ છે.  અમૃત સ્કીમ અંતર્ગત ઝોન ૮ અને ૯ ના અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ કલેક્શન નેટવર્ક માટે રૂ.૨૮.૨૯ કરોડના ખર્ચે કામગીરી થઈ રહી છે. જેનાથી અંદાજે ૫૫ હજાર જેટલા લોકો લાભ થશે

મહાનગરની સો ટકા વસ્તીને ભવિષ્યમાં ઊભી થનાર પાણીની જરૂરિયાતને ધ્યાને લઈ અમૃત સ્કીમ અન્વયે રૂ.૧૯.૯૦ કરોડના ખર્ચે આણંદપુર ઈન્ટેક વેલ તથા પાણીની નવી પાઈપ લાઈન પાદરીયા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી નાખવા અર્થેનું આયોજન છે. જેનાથી ઝન ૧,૨,૪,૫,૬ માં અંદાજે ૧.૨૫ લાખ લોકોને પીવાનું શુદ્ધ પાણીનું વિતરણ કરી શકાશે.

અમૃત યોજના અંતર્ગત કુલ-૧૦ ઝોનમાં રૂ.૩૪.૬૩ કરોડના કામો થઈ રહ્યા છે. જેમાં જુદા જુદા વિસ્તારોમાં નવી પાણીની નેટવર્ક ઊંચી ટાંકી ભોગવતા કે પમ્પીંગ સ્ટેશનો વગેરેની કામગીરી કરવામાં આવશે. જેમાં જેનાથી બે લાખ લોકોને પૂરતા ફોર્સથી પાણી ઉપલબ્ધ થશે અને ૩૩ હજાર નવા નળ કનેકશન આપી શકાશે. અમૃત સ્કીમ અંતર્ગત અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ અન્વયે રુપિયા ૧.૬૦ કરોડના ખર્ચે જુદા જુદા સ્થળોએ ફૂટપાથ અને સાઈકલ ટ્રેકની કામગીરી પૂર્ણતાને આરે છે

અમૃત સ્કીમ અંતર્ગત ગાર્ડન પ્રોજેક્ટ રૂ. ૨ કરોડના ખર્ચે કામગીરી થશે. અમૃત સ્કીમ અંતર્ગત સેન્ટ્રલ એરિયામાં અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને કાળવા નદીના સ્ટમ વોટર ડ્રેનેજ પ્રોજેકટનું રૂ.૧૫.૩૦ કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે. જેનાથી સેન્ટ્રલ ડ્રેનેજ કલેક્શન નેટવર્ક ની કામગીરી થશે તથા કાળવા નદી બોક્સ કલવર્ટથી પેક કરવામાં આવશે. જેનાથી આજુબાજુના રહીશોને ગંદકી તથા રોગચાળાથી મુક્તિ મળશે.

યુ.આઇ.ડી.એસ.એસ.એમ.ટી યોજના અંતર્ગત વોર્ડ નંબર ૧૨ અને ૧૩  ટીંબાવાડી વિસ્તારમાં બાકી રહેલ પાણી પુરવઠા યોજના અંદાજીત રૂ.૨.૦૮ કરોડ જૂનાગઢ શહેરની જુદી-જુદી આંગણવાડીઓમાં પાણીની વ્યવસ્થા માટે બોર તથા મશીનરી ફીટ કરવાની કામગીરી માટે રૂ.૨૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

આ બજેટમાં નરસિંહ સરોવર બ્યુટીફીકેશન માટે રૂ. ૫ કરોડ, ડમ્પિંગ સ્ટેશનના કામ માટે રૂ.૧.૫૦ કરોડ, શહેરના મુખ્ય માર્ગો અને પેવર રોડ માટે રૂ. ૪.૫૫ કરોડ, વોર્ડ નંબર ૧ થી ૧૫ ના વિકાસના કામો માટે રૂ.૯.૭૯ કરોડ, ૧૪માં નાણાપંચ અન્વયે વોર્ડના કામો માટે રૂ. ૫.૫૫ કરોડ, જોષીપરા ઓવરબ્રિજ માટે રૂપિયા ૩૧.૩૯ કરોડ, અમૃત સ્કીમ અંતર્ગત કુલ ત્રણ ઝોનમાં રૂ.૧૭.૯૦ કરોડના કામોની ટેન્ડર તથા ભાવ મંજૂરીની કામગીરી કરવામાં આવશે. જેનાથી જુદા જુદા વિસ્તારોમાં પાણીની નવી પાઈપ લાઈન, ઊંચી ટાંકી, પંપીંગ સ્ટેશનની કામગીરી થશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ.૩૫.૭૭ કરોડના કામો કરવા માટે રાજ્ય સરકાર પાસે ફંડ માગેલ છે. મહાનગરપાલિકા હસ્તકના સ્વિમિંગ પુલનું નવીનીકરણ કરવા માટે રૂ. ૨.૬૨ કરોડ, મહાનગરપાલિકા હસ્તકના વિલીંગ્ડન ડેમ ખાતે ગાર્ડન બનાવવા અંદાજે રૂ.૨ કરોડ, દામોદર કુંડ ખાતે ફિલ્ટર પ્લાન્ટ તથા હૈયાત કુવાનું નવીનીકરણ કરી પાણી રિચાર્જ કરવાનું કામગીરી હાથ ધરાશે, મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત ગ્રાન્ટમાંથી સ્વચ્છતા વધુ શુધ્ધ બનાવવા ડી.પી.આર મુજબના વાહનો ખરીદવા અંદાજે રૂ. ૯ કરોડ, સ્ટ્રીટ લાઈટ શાખા દ્વારા વર્ષો જૂના ડિવાઈડર, પોલ, અને કેબલ બદલવા સરકારી ગ્રાન્ટમાંથી અંદાજે રૂ.૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.