જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સૂમેરા ના પુત્ર ચી. મૃગાંક નો સાતમો જન્મદિવસ હતો તેઓ જુનાગઢની દરેક સંસ્થામાં જઈ ત્યાં રહેતા લોકો વચ્ચે પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. આ અંગે વિશેષ વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમના વ્હાલસોયા પુત્ર મ્રુગાંકનો જન્મ દિવસ હતો સાથે વર્કિંગ દિવસ હતો એટલે તેમણે કામ ની સાથે સાથે વહેલી સવારથી સિવિલ હોસ્પિટલ ખાતે દરેક જરૂરિયાત મંદ દર્દીઓને જમાડવાનું આયોજન કર્યું હતું આ ઉપરાંત વિજાપુર ખાતે આવેલ સંપ્રદ માનસિક વિકલાંગ બાળકોને પોતાના બાળકોની જેમ સાચવતી સંસ્થામાં ગયા હતા
કમિશનર સુમેરા પોતાના માતા પિતા પત્ની સહિતના પરિવારજનો, સાથે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર ચેતનભાઈ ત્રિવેદી પણ આ ઉજવણીમાં સહર્ષ સામેલ થયા હતા. બન્ને અધિકારીઓ આટલા મોટા જવાબદાર પદ પર હોવા છતાં નીચે બેસીને બધા બાળકોને ખૂબ પ્રેમથી પોતાના હાથે પીરસિને જમાડયા હતા. ત્યારબાદ આ અધિકારી પોતાના પરિવાર સાથે અંધ ક્ધયા છાત્રાલય જવાહર રોડ ખાતે પહોંચી ગયા હતા ત્યાં પણ તેમના પરિવારજનો દ્વારા દરેક દીકરીઓને જમવાનું અને સાલ ભેટ આપવામાં આવી હતી સાંજના સમયે શિશુમંગલ ખાતે અનાથ બાળકો સાથે જમવાનું અને ગેમ રમવાનું તેમના દ્વારા પસંદ કરી આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શહેરમાં ગરીબોની સેવા કરતી સંસ્થા બાબા મિત્ર મંડળનો ગરીબ લોકોને જમાડવા માટે રથ નીકળે છે તેમાં બંન્ને સમયનું જમવાનું પણ તેયના તરફથી રાખવામાં આવેલ હતું. આટલાથી પૂરું નથી થતું સાંજે છ વાગ્યા પછી જૂનાગઢના બે વૃદ્ધાશ્રમ અને ચિલ્ડ્રન હોમ ખાતે પણ જમવાનું અને ગીફ્ટ અને ગરમ શાલ આપવાનું આયોજન તેમના દ્વારા કરાયુ હતું તેમજ દરેક જગ્યાએ તેમણે પોતાનો કિંમતી સમય કાઢીને પરીવાર સાથે ગયા હતા. દિવસ દરમિયાન ખાસ વાત એ હતી કે કોયપણ જગ્યા પર ફોટો શેષન કે પ્રસિધ્ધિ કરવામાં આવી ન હતી જે આજના અધિકારીઓ નેતાઓ સહિત સામાજિક આગેવાનો માટે પ્રેરણા લેવા જેવી બાબત હતી તેમના આ ભગીરથ કાર્ય અંગે પુછતા તેમણે જણાવ્યું હતું કે આપણા બાળકો નાના છે ત્યારે તેમને શિક્ષણની સાથે આવા પ્રકારનાં સંસ્કાર પણ મળે એ ખુબ જરૂરી છે એટલે જ હું દર વર્ષે મારા બાળકનો જન્મ દિવસ ગમે ત્યાં હોવ પરીવાર સાથે આજ રીતે ઉજવું છું.. ખરેખર તેમને અને તેમના પરિવારજનોને સલામ કરવાનું મન થાય તેવી રીતે પરિવારે આ ખાસ દિવસની દિનચર્યા ગોઠવી હતી અને દરેક લોકોએ આમાંથી પ્રેરણા લઈને પોતાના બાળકોના અથવા પરિવારના જન્મદિવસ આજ રીતે કોઈક જરૂરીયાત મંદ લોકો વચ્ચે જઇ તેમને યથા શક્ય મદદ કરી. ઉજવવો જોઈએ. એજ સાચી ઉજવણી છે.