સ્થાનિક મુદ્દાઓ, સંગઠનાત્મક બાબતોની ચર્ચા કરી: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપની યોજનાનુસાર આગામી વિધાનસભા ચૂ ંટણી અતંર્ગત પ્રદેશ ધ્વારા નિશ્ર્ચિત કરેલા અગ્રણીઓ જેમકે રાજયના મંત્રી ઓ,ધારાસભ્ય ઓ, પૂર્વ ધારાસભ્ય ઓ તેમજ અન્ય અગ્રણીઓ વગેરે રાજયની તમામ 18ર વિધાનસભા મતવિસ્તારોમાં ત્રણ દિવસીય રાજનૈતિક પ્રવાસ કરશે જેથી રાજક્યિ ગતિવિધિઓની માહિતી મેળવી શકાય અનેસંગઠનાત્મક દ્રષ્ટિકોણથી આગામી વિધાનસભા ચૂ ંટણીની તૈયારી કરી શકાય.તે અંતર્ગત રાજકોટ મહાનગર વિધાનસભા-69ના વિસ્તારો ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધ્વારા રાજનૈતિક પ્રવાસનો પ્રારંભ થયો હતો.
આ તકે કમલેશ મિરાણી, દીલીપ પટેલ, હીતેશ મારૂ, જયરાજસિહ જાડેજા, કાનાભાઈ ખાણધર, મનુભાઈ વઘાશીયા, રાજેન્દ્રસિહ ગોહિલ, દશરથભાઈ વાળા, ભાવેશ ટોયટા, દીનેશ કારીયા, હેમુભાઈ પરમાર, હીતેશ રાવલ, નિતીન ભુત, તેજશ જોષી, કાથડભાઈ ડાંગર, જયસુખ મારવીયા, ડો. જૈમન ઉપાધ્યાય, પ્રદીપ નીર્મળ, હીરેન સાપરીયા, વીરેન્દ્ર ભટૃ, પ્રવીણભાઈ મારૂ, રજનીભાઈ ગોલ, હરેશ કાનાણી, પરેશ તન્ના, હારૂનભાઈ શાહમદાર સહીતના ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત શહેરના હોદેદારો, કોર્પોરેટરો સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
આ રાજનૈતિક પ્રવાસ દરમ્યાન ઉપરોક્ત પ્રદેશ અગ્રણીઓ વિધાનસભા મત વિસ્તારમાં મંડલ સમિતિઓની તૈયારી, આગામી કાર્યક્રમોની સમીક્ષ્ાા, મુખ્ય જુથો,જાતિ સમુદાય તેમજ કેન્દ્ર- રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક, તાજેતરમાં પૂર્ણ થયેલા સરકારી કાર્યક્રમોની માહિતી, વિધાનસભા સીટનો અહેવાલ તૈયાર કરવો, વિધાનસભા સીટમાં આવતા ધાર્મિક સ્થળની મુલાકાત, જ્ઞાતિ સમુદાય સાથે સંપર્ક, સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે સંપર્ક, વોર્ડમાં ચાલતા વિકાસ કાર્યોની મુલાકાત, જુના વરીષ્ઠ કાર્યર્ક્તાઓ – આગેવાનો સાથે મુલાકાત, વિવિધ સેવાકીય- સામાજીક સંસ્થાના આગેવાનો સાથે સંપર્ક, કાર્યર્ક્તા સાથે બેઠક, કાર્યર્ક્તા ના ઘેર ભોજન, રાત્રિ રોકાણ તેમજ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પાડેલ હતું.