જુનાગઢ શહેરમાં છેલ્લા ૮ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ : બપોરના ૨ થી ૪ દરમિયાન બે કલાકમાં ૬ ઇંચ જેટલો વરસાદ ખાબકી
ગિરનાર પર્વત, દાતાર પર્વત અને ગિરનાર જંગલમાં ૧૫ થી ૧૬ ઇંચ જેટલો વરસાદ થતાં કાળવા અને સોનરખ નદી ગાંડીતુર બની
વિલીંગ્ડન ડેમ અવીરત ઓવરફ્લો થઈ રહ્યો છે, અને .
જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ જુનાગઢ વાસીઓને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા કરી અપીલ
જૂનાગઢમાં આભ ફાટયું હોય તેવી વરસાદી પરિસ્થિતિ થતાં જુનાગઢના મોટાભાગના વિસ્તારોમાં ૩ થી પ ફૂટ જેટલા પાણી ભરાતા લોકો પરેશાન થયા.
એક કાર સહિત વૃદ્ધ પાણીમાં તણાતા જુનાગઢ પોલીસે આ વૃદ્ધને જીવના જોખમે બચાવી લીધા
જૂનાગઢના કાળવામાં એસટી તંત્રના હજારો ટાયર તથા અનેક લોકોના ફોરવીલ અને મોટરસાયકલ પાણીમાં તણાયા
દોલતપરા વિસ્તાર, જોષીપરા વિસ્તારના મકાનોમાં પાણી ઘૂસી જતા અનેક લોકોની ઘરવખરી પલળી ગઈ.
દુર્વેસનગર, સકરબાગ નદીના નજીકના કરીમાંબાદ સોસાયટી, જલારામ સોસાયટી, વાણંદ સોસાયટી, ખલેલપુર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને રાત કાઢવી મુશ્કેલ બની.
રાજકોટથી જુનાગઢ પ્રવેશતા રોડ ઉપર આજે સાંજે પાણી ભરાતા વાહનો ખોટકાયા અને કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ રહ્યો : જેસીબી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા ધોધમાર વરસાદમાં લોકોની વાહરે પહોંચ્યા અને તંત્ર પાસે રાહત તથા બચાવ કામગીરી યુદ્ધ ના ધોરણે શરૂ કરાવી
જૂનાગઢમાં એનડીઆરએફની એક ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી, અને શરૂ કરવામાં આવ્યું રેસ્ક્યુ : ૧૦૦ વધુ લોકોને રેસ્ક્યુ કરી પાણીમાંથી બહાર કાઢ્યા.
જૂનાગઢમાં આપતીના સમયે જિલ્લા પોલીસવાળા ખુદ વરસતા વરસાદમાં લોકોની મદદ એ પહોંચ્યા : જુનાગઢ પોલીસ હાલમાં કરી રહી છે કાબિલે દાદ કામગીરી
જૂનાગઢ મનપાની ફાયર શાખા, એનડીઆરએફની ટીમ અને જૂનાગઢના સેવાભાવી લોકો દ્વારા પાણીમાં ફસાયેલા લોકો માટે થઈ રહી છે બચાવ અને રાહત કામગીરી
ભારે વરસાદના કારણે ૫ થી ૭ જેટલી ભેંસો સહિતના પશુઓ તણાયા હોવાની થઈ રહી છે ચર્ચા : જોકે સત્તાવાર જાહેરાત હજુ સુધી થવા પામી નથી.
જુનાગઢના તમામ રાજમાર્ગો ઉપર ૧ થી લઈને ૩ ફૂટ જેટલા પાણી ભરાતા રોડ ઉપર બંધ વાહનોના ખડુકલા જામ્યા અને અનેક વાહનો પાણીમાં તણાયા