જુનાગઢમાં ગિરનાર રોપવે ખાતે NDRF SDRF તેમજ ડિજિટલ મેનેજમેન્ટ અને ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક યોજવામાં આવી હતી જેમાં આગામી પરિક્રમાનો મેળો તેમજ દિવાળીના પર્વમાં રોપવે ખાતે મોટી સંખ્યામાં આવનાર યાત્રીકોની સલામતીને ધ્યાનમાં રાખી કોઈ આકસ્મિક ઘટના ન ઘટે તેને લઇ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સીટી મામલતદાર ત્રિવેદી DYSP નિકિતા શિરોયા NDRFના આસિસ્ટન્ટ કમાન્ડર પ્રવિણકુમાર રોપવેના મેનેજર કુલવીર સિંહ RFO અરવિંદ ભાલીયા PGVCL કાર્યપાલક ઇજનેર માણાવદરિયા ફાયર અધિકારી સિવિલ સર્જન ડોક્ટર પાલા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઉષા બ્રેકો કંપનીના મેનેજર દ્વારા ગિરનાર પર ચાલતા રોપવેને લઈને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
ચિરાગ રાજ્યગુરુ