જુનાગઢ મનપા ચૂંટણીને લઈને ભાજપ દ્વારાસંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઘણા ખરા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામા આવ્યા છે. જેમાં ટ્રાફિક સમસ્યાને રોકવા તેમજ લોકોને સમસ્યા ન સર્જાઈ તે માટે સમસ્યા નિવારવા ઓવરબ્રિજ બનાવવાની વાત જાહેર કરી છે, પ્રવાસન થકી રોજગારી મેળવવાની વાત કરી છે તેમજ ચાલુ વર્ષમાં ગિરનાર રોપ વે પ્રોજેક્ટ પૂર્ણ થશે તેવું જણાવ્યુ છે તેમજ નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફીકેશન કરી રીંગરોડ બનાવવો, અમદાવાદ કાંકરીયા જેવું બનાવવું ,ઐતિહાસિક સ્મારકોની જાળવણી ,રોડ ગટરની સફાઈ માટે આધુનિક સાધનો વસાવવા ,રસ્તા પહોળા કરવા, શહેરના મહત્તમ વિસ્તારમાં મહિલાઓ માટે વોશરૂમ બનાવવા,ભવનાથમાં ઐતિહાસિક સુદર્શન તળાવનું નવિનીકરણ, લોકોની ફરીયાદો માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો,શહેરમાંથી પસાર થતા વોકળાની સફાઈ કરવી, જ્યાં હજુ સીસીટીવી કેમેરા નથી લાગ્યા ત્યાં સીસીટીવી કેમેરા મુકી સુરક્ષામાં વધારો કરવો,વપરાયેલા પાણીના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,નવી શાક માર્કેટ બનાવાશે, સિનિયર સિટીઝન પાર્ક,શહેરમાં રાત્રી બજાર શરૂ કરવી , વિકસિત વિસ્તારમાં ટાઉનહોલ બનાવવા, ઉનાળામાં પાણીની તંગી ન પડે તેવું આયોજન ,વિવેકાનંદ ગ્રાઉન્ડમાં સ્ટેડિયમ બનાવવું,વિધાર્થીઓ માટે ઈ લાઈબ્રેરી , ગિરનાર અભ્યારણ્યમાં સિંહ દર્શન , પર્યટન અને ધાર્મિક સ્થળોએ સેલ્ફી પોઈન્ટ ઉભા કરાશે વગેરે જેવા મુદ્દાઑ વિશેની વાત સંકલ્પ પત્ર ( મેનીફીસ્ટો )માં જાહેર કરવામાં આવી છે.