જૂનાગઢના સાસણ સહિત ના વિસ્તારોમાં ચાલતા રિસોર્ટમાં મામલતદાર સહિતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન મોટો ઘટો સપોર્ટ થયો છે અને મોટાભાગના રિસોર્ટ સંચાલકો પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે…

રાજકોટની દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે પ્રવાસન ક્ષેત્રે તરીકે વિખ્યાત સાસણ ગીર પંથકમાં અનેક રિસોર્ટ આવેલા છે આજ દિવસ સુધી આ રિસોર્ટમાં કોઈપણ જાતની તપાસ જ કરવામાં ન આવી હતી પરંતુ રાજકોટની ઘટના બાદ તંત્ર દ્વારા રિસોર્ટમાં તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં ફાયર એનઓસી અને ફાયરના સાધનો વગર ધમધમતા રિસોર્ટ સામે કાર્યવાહી શરૂ કરાય છે મેંદરડાના મામલતદાર, ફાયર વિભાગ સહિતની જુદી જુદી ટીમો

દ્વારા રિસોર્ટ વોટર પાર્ક સહિતના સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે.

રિસોર્ટમાં નિયમ મુજબ બિનખેતી પરવાનગી બાંધકામની પરવાનગી લેવામાં આવી છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.  મેંદરડા સાસણ પંથકના મોટાભાગના રિસોર્ટમાં ફાયર એનઓસી અને ફાયરના સાધનો પણ ન હોવાનું સામે આવ્યું છે જે રિસોર્ટ ધારકો સામે ફાયર વિભાગ દ્વારા નોટિસો આપવામાં આવી છે.  જે રિસોર્ટ સંચાલકો પાસે ફાયર એનઓસી અને પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાના કારણે જ્યાં સુધી ફાયર એનઓસી જે તે રિસોર્ટ ને ન મળે ત્યાં સુધી રિસોર્ટ બંધ કરવાનો લેખિત આદેશ કરવામાં આવ્યો છે.. અને નોટિસની અમલવારી નહીં કરવામાં આવે તો પોલીસ કાર્યવાહી પણ રિસોર્ટ સંચાલકો સામે થઈ કરવાની શકયતા સેવાય રહી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.