કોવિડ-19ની સરકારની ગાઇડ લાઇન મુજબ અમુક શહેરોમાં રાત્રિ કર્ફ્યું ચાલતો હોય જેથી રાત્રીના અમુક બસ સેડ્યુલ બંધ રખાયા છે ત્યારે જનતાએ સવારે 6 થી રાત્રીના 9 વાગ્યા સુધી એસ.ટી. બસનો લાભ લેવા જૂનાગઢ એસટી વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.
કોવિડ-19ની સરકારની ગાઇડ લાઇન મુજબ હાલ રાત્રીના 9 થી સવારના 6 કલાક સુધી મહાનગર પાલિકામાં કરફ્યુ જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે જૂનાગઢ વિભાગની કુલ 255 શીડ્યુલ, 737 ટ્રીપ, 113165 કી.મી.નું સંચાલન ચાલુ રાખવમાં આવેલ છે. રાત્રે 9 કલાક પછી જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, આણંદ, નડીયાદ, ગાંધીધામ, ભુજ, ગોધરા, દાહોદ તરફ સંચાલન થતી શીડ્યુલોને આગામી તા.4/6/2021 સુધી ક્ધટ્રોલ કરવામાં આવેલ છે. ત્યારે મુસાફર જનતાએ સવારે 6 થી રાત્રીના 9 વાગ્યા સુધી જ લાભ લેવા જૂનાગઢ એસટી વિભાગીય નિયામક જી.ઓ.શાહે જણાવ્યું છે.