Abtak Media Google News
  • બટેટાના ભાવમાં ભારે  વધારો
  • મધ્યમ વર્ગીય પરિવારના બજેટ ખોરવાયા
  • કોલ્ડ સ્ટોરેજમાં બટાટાને રાખવાથી ભાવમાં વધારોScreenshot 7 3

જૂનાગઢ ન્યૂઝ : હાલના સમયમાં બટેટાના ભાવમાં ખૂબ વધારો નોંધાયો છે. સામાન્ય દિવસો કરતા અત્યારે હાલમાં ભાવમાં ખૂબ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. તેના લીધે અનેક મધ્યમ વર્ગીય પરિવારના બજેટ પણ ખોરવાયા છે. આજના સમયમાં વધતા જતા શાકભાજીના ભાવ વચ્ચે બટેટાના ભાવમાં પણ વધારો નોંધાયો છે. એટલે વેપારીઓનું કહેવું છે કે કંપની તરફથી વાવેતર ખૂબ વધારે થવાથી જે બટેટાનું ઉત્પાદન થાય છે તે કંપની ખરીદી લે છે. તેથી માર્કેટમાં તે બટેટા આવતા નથી અને પરિણામે તેની શોર્ટેજ સર્જાવાને લીધે ભાવ વધ્યો છે જ્યારે માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર કારણ જણાવતાં કહ્યું હતું કે કોલ્ડ સ્ટોરેજમાં જે બટેટાને સાચવવાનો નિભાવ થાય છે તેના લીધે અત્યારે હાલમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

200 રૂપિયાના બટેટા 500ના થયા : વેપારી

જૂનાગઢમાં ફળફળાદી માર્કેટિંગ યાર્ડમાં બટેટાના હોલસેલ વેપારી અબ્દુલભાઈ જણાવે છે કે સામાન્ય દિવસોમાં જે બટેટાની આવક નોંધાઈ રહી હતી. અને તેનો જે ભાવ હતો તે એક મણનો 200 રૂપિયા હતો. આજે તે બટેટાનો ભાવ એક મણનો ભાવ 500 સુધીનો બોલાઈ રહ્યો છે. આવનારા દિવસોમાં હજુ પણ ભાવ વધશે અને 600 સુધી બોલાશે તેવી વાત પણ વેપારી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.Screenshot 4 3

કંપનીએ વાવેતર કરાવ્યું એટલે ભાવ વધ્યો છે : વેપારી

ભાવ વધવા પાછળનું કારણ જણાવતાં વેપારી એવું કહે છે કે અત્યારે હાલમાં ઉત્પાદન તો ગત વર્ષ જેટલું છે પરંતુ વધારે પડતું વાવેતર કંપની દ્વારા કરાવવામાં આવે છે એટલે વેફર બનાવતી કંપની સીધા ખેડૂતના સંપર્કમાં આવી અને તેમના ત્યાં વાવેતર કરી અને સીધી ખરીદી ખેડૂત પાસેથી કરે છે તેથી હાલમાં કંપનીને સંપૂર્ણ સ્ટોક ટ્રાન્સફર કરી દેવાથી જે ખાવાના બટેટા લોકોને મળવા જોઈએ તે મળતા નથી અને અત્યારે હાલમાં બજારમાં કારણથી શોર્ટેજ સર્જાય છે.

એક કિલોના ભાવ 22 થી 30 સુધી નોંધાયા

સામાન્ય દિવસોમાં બટેટાના ભાવ છે તે 10 થી 20 રૂપિયાની વચ્ચે નોંધાતા હોય છે પરંતુ હવે બજારમાં બટેટાની માંગ વધી છે જેની સામે આવક ઓછી થઈ રહી છે તેથી હાલમાં તેનો ભાવ વધી રહ્યો છે. સામાન્ય દિવસો કરતા હાલમાં 15 થી 20 રૂપિયા જેટલો ફેરફાર ભાવમાં નોંધાઈ રહ્યો છે અત્યારે હાલમાં 22 થી 30 રૂપિયા વચ્ચે બટેટાનો ભાવ બોલાઈ રહ્યો છે.Screenshot 6 5

400 ક્વિન્ટલ માંથી આવક ઘટી અને 200 થી 250 ક્વિન્ટલ આવક થઈ રહી છે

સામાન્ય દિવસોમાં બટેટાની આવક 400 ક્વિન્ટલ જેવી નોંધાતી હોય છે પરંતુ હાલમાં બટેટાની આવક ઓછી થઈ રહી છે અને પરિણામે માંગ વધવાથી ભાવમાં વધારો નોંધાયો છે સામાન્ય દિવસોમાં જે રીતે 400 થી 500 ક્વિન્ટલ જેવી બટેટાની આવક નોંધાતી હોય છે તેની જગ્યાએ હાલમાં 250 ક્વિન્ટલ બટેટાની આવક નોંધાઈ રહી છે. આમ એક કિલોના ભાવ જે સામાન્ય દિવસોમાં 14 રૂપિયાનો નોંધાતા હોય તે હાલમાં 30 રૂપિયા સુધીના ભાવ નોંધાવી રહ્યા છે

કોલ્ડ સ્ટોરેજનો નિભાવમાં ભાવ વધ્યો છે : ઇન્સ્પેક્ટર

વેફરની સીઝન વખતે જે પણ આવક બટેટાની થઈ રહી હોય તે આવક સીધી ખેડૂત પાસેથી થતી હોય છે. પરંતુ અત્યારે હાલમાં બટેટાની એટલી આવક ખેડૂત પાસેથી થઈ રહી નથી. અત્યારે કોલ્ડ સ્ટોરેજ માંથી બટાકા આવી રહ્યા છે જેથી ડીસા કોલ્ડ સ્ટોરેજ માંથી જૂનાગઢમાં જે રીતે માંગ હોય તે રીતે વેપારીઓ તે બટાકા મંગાવે છે. ભાવમાં એટલી વધારો નોંધાયો છે કે કોલ્ડ સ્ટોરેજનું ભાડું , સહિતનો જે મેન્ટેનન્સ નો ચાર્જ લાગે છે. તેના લીધે અત્યારે હાલમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જે બટાટા હોલસેલ ભાવમાં 20 થી 30 સુધી જાય છે તે રિટેલમાં 40 સુધી વેચાઈ રહ્યા છે.Screenshot 5 6

આમ હવે જ્યાં સુધી નવા બટેટાની આવક નહીં થાય ત્યાં સુધી ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં થાય તે નક્કી છે હજુ આવનારા દિવસોમાં પણ જ્યાં સુધી કોલ્ડ સ્ટોરેજ માંથી બટેટાની આવક નોંધાશે ત્યાં સુધી ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય અને મોટેભાગે ભાવ હજુ પણ વધી શકે તેવી દહેશત વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

ચિરાગ રાજયગુરૂ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.