જૂનાગઢનાં સખી વન સ્ટોપ સેન્ટરમાં તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા ગઈકાલ રાત્રીના આશ્રય માટે મૂકી આપવામાં આવેલી ૧૯ વર્ષીય યુવતીનું વ્હેલી સવારે સ્ટાફને ધક્કો લગાવી યુવતીનું તેના પરિવારજનો કારમાં અપહરણ કરી જતા યુવતીના યુવતીના પિતા, માતા અને બે કાકા વિરૂદ્ધ ફરજમાં રૂકાવટની કાર્યવાહી કરવામાં આવી છે.
કારમાં આવેલા યુવતીના પિતા, માતા અને બે કાકા વિરૂદ્ધ અપહરણ અને ફરજ રૂકાવટનો નોંધાતો ગુનો
વિગતો મુજબ જુનાગઢના સખી વન સ્ટોપ સેન્ટરમાં ફરજ બજાવતા હિરલબેન મેઘજીભાઈ ખૂંટ દ્વારા નોંધાવેલી ફરિયાદમાં આરોપોમાં રસિકભાઈ રવજીભાઈ કોદાવાલા,કાંતાબેન રસિકભાઈ ,મનીષભાઈ ધીરુભાઈ અને અંકિતભાઈ કોદાવાલ (રહે તમામ પાદરીયા ગામ)ના નામો આપ્યા હતા જેમ તમને જણાવ્યું હતું કે, લીવ રિલેશનશિપમાં રહેતી જૂનાગઢ પાસેના એક ગામની 19 વર્ષથી યુવતી પાંચ દિવસથી તેના ઘરેથી નીકળી ગઈ હતી અને રાત્રે સવા બે વાગ્યે આ યુવતીને તાલુકા પોલીસનો સ્ટાફ જુનાગઢના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય માટે મૂકી ગયો હતો. જેમાં કેસ વર્કર હિરલબેન મેઘજીભાઈ ખૂટે યુવતીનું નિવેદન લઈને આશ્રય આપ્યો હતો.
આ દરમિયાન વહેલી સવારેના અરસામાં સફેદ કલરની કારમાં યુવતીના પિતા, માતા અને બે કાકા આવ્યા હતા. જેથી આ તમામને યુવતી સાથે બેસાડી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ યુવતીએ માતા પિતા સાથે જવાનો ઇનકાર કરી સખી વન સ્ટોપ સેન્ટરમાં રહેવાનું જણાવ્યું હતું. આથી યુવતીના પિતાનું નિવેદન લેવામાં આવ્યું હતું. બાદમાં આ લોકો જોવા માટે બહાર નીકળેલ તે દરમિયાન યુવતી લઘુશંકા કરવા જતી હતી ત્યારે લોબીમાંથી યુવતીને બળજબરીથી ઉપાડીલીધી હતી.પરંતુ સ્ટાફે વચ્ચે પડી યુવતીને છોડાવતા આ લોકો સ્ટાફને ધક્કો લગાવીને યુવતીને કારમાં બેસાડીને તેનું અપહરણ કરી અને ફરજમાં રૂકાવટ કરીને નાસી ગયા હતા. આ અંગે હિરલબેન ખૂંટની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.