કેદીને મળવા દેતા કેદીના ભાઈએ જેલ સિપાઈને રસ્તામાં આંતરી ધમકાવ્યા
જુનાગઢની જેલમાં સિપાઈ તરીકેની નોકરી દરમિયાન એક કેદીના સગાને મળવા જતા જેલસિપાઈએ મળવા ન દીધો હોવાથી કેદીના ભાઈઓ તેને રસ્તે આંતરી મારમાર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જુનાગઢની જેલમાં સિપાઈ તરીકે ફરજ બજાવતા લક્ષ્મણભાઈ રામજીભાઈ સોચા પોતાની ફરજ પર રહેતા એ વખતે એક કેદીનો ભાઈ ત્યાં આવતો અને પોતાના ભાઈને મંજુરી વિના મળવા દેવા માટે કહ્યું હતું પરંતુ જેલસિપાઈ લક્ષ્મણભાઈએ મળવાની ના પાડી હતી. આથી કેદીનો ભાઈ દુષ્યંતસિંહ નિર્મળસિંહ ઝાલા ઉશ્કેરાઈ ગયો હતો. લક્ષ્મણીભાઈ પોતાની ફરજ પુરી કરીને ઘરે પરત જઈ રહ્યા ત્યારે લક્ષ્મણભાઈને કેદીના ભાઈ દુષ્યંતસિંહ ઝાલાએ ખામધ્રોળ નજીક આંતરી લીધા હતા અને પોતાના મળતીયા સાથે આવી બોલાચાલી કરી લક્ષ્મણભાઈ સાથે મારા મારી કરી હતી અને છરી બતાવી લાકડી વડે માર માર્યો હતો. લક્ષ્મણભાઈએ શખ્સો વિરુઘ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.