આપત્તી અને વ્યવસ્થાપનને ધ્યાને લઈ પ્રભારી તરીકે નિયુકત કરવામાં આવેલા કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સુચનો આપ્યા

જુનાગઢમાં વધુ ૪ ઈંચ વરસાદ સાથે પાણીથી રીતસર તરબોળ થઈ જવા પામ્યું છે. ગઈકાલથી ૪ ઈંચ વરસાદ ખાબકયા બાદ આજ સવારથી આઠ વાગ્યા સુધીમાં વધુ પાણી પડી જતા ગામડા અને શહેરની પરિસ્થિતિ પાણીથી તરબતર થઈ જવા પામી છે.IMG 20180717 124907હાલ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાને જુનાગઢ પ્રભારી તરીકે ખાસ વરસાદની સીઝનમાં આપતી અને વ્યવસ્થાપનના મુદે સરકારે તેમની નિમણુક કરતા ગઈકાલે તેમણે આખા જીલ્લાની પ્રાથમિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. માણાવદર વિસ્તારમાં અતિભારે વરસાદના કારણે વધુ એક એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવશે તેવું તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું.IMG 20180717 WA0030આ અંગે વધુ વિગત અનુસાર ગત રવિવારથી બે દિવસ છુટા છવાયા બાદ ભારે વરસાદને આજે ૧૧મો દિવસ ચાલુ થતા સિઝનના કુલ વરસાદ પર નજર કરીએ તો ભેંસાણમાં ૩૯૪ મીમી, જુનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૬૧૭ મીમી, કેશોદમાં ૬૫૦ મીમી, માળીયામાં ૧૦૯૪ મીમી, માણાવદરમાં ૫૭૧ મીમી, માંગરોળમાં ૬૬૭ મીમી, મેંદરડામાં ૮૧૩ મીમી, વંથલીમાં ૫૮૬ મીમી, વિસાવદરમાં ૭૮૩ મીમી સાથે સૌથી ઓછો ભેંસાણ તેમજ સૌથી વધુ માળીયા પંથકમાં વરસાદ નોંધાવા પામ્યો છે. અતિવૃષ્ટિના કારણે સરકારે તાબડતોબ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની આપતી અને વ્યવસ્થાપન માટે નિમણુક કરી દીધી હતી.

કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ સવારથી જુનાગઢના સ્થાનિક પદાધિકારીઓને સાથે રાખી અધિકારીઓ સાથે મીટીંગોનો દોર શ‚ કર્યો હતો. બપોરના સુમારે ઈલેકટ્રીક અને પ્રીન્ટ મીડિયાના પત્રકારો સાથે વાતચીત કરી આખા જીલ્લાનો તાગ મેળવવા પ્રયત્ન કર્યો હતો.IMG 20180717 WA0031 વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તંત્ર ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા સજજ છે જ અને સાથે વધુ સજજ થઈ રહ્યું છે. વાતાવરણના તાગ સાથે તાલ મિલાવી વધુ એક એનડીઆરએફની ટીમ બોલાવી લેવામાં આવી છે જે આપતિના સમયે ખુબ મહત્વની કામગીરી કરશે. જુનાગઢ જીલ્લા જેવી જ પરિસ્થિતિ ગીર સોમનાથ જીલ્લાની પણ છે.

બંને જીલ્લાના અધિકારીઓની ટીમ એકબીજાના કોમ્યુનિકેશનથી જે પણ જગ્યાએ વ્યવસ્થાપનની જરૂર હશે ત્યાં સમગ્ર તંત્ર તૈનાત રહેશે. માણાવદરમાં અતિવૃષ્ટિના કારણે ૧૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.