જુનાગઢ: આ તેરસનો દિવસ એટલે ધનવંતરી ભગવાનનો જન્મ દિવસ. ખૂબ ઓછા લોકો આ ઇતિહાસ વિશે જાણતા હશે. કારણ કે આ દિવસને લોકો માં લક્ષ્મીજીના પ્રાગટ્ય દિન તરીકે ઉજવણી કરે છે. હકીકતમાં બંને વસ્તુ એક જ છે કે જેમાં માતા લક્ષ્મીજી સમુદ્ર મંથન સમયે જ્યારે પ્રગટ થયા ત્યારે જ ભગવાન ધનવંતરી દેવતા પણ પ્રગટ થયા હતા.આયુર્વેદના ક્ષેત્રમાં આ દિવસને ધનવંતરી દેવતાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના સમયમાં આયુર્વેદ એ અમૃત સમાન છે જે રોગનું નિરાકરણ અમુક દવાઓથી થતું નથી તે આયુર્વેદથી થઈ જ શકે છે અમુક રોગ એવા પણ છે જે આયુર્વેદિક પદ્ધતિથી જળમૂળથી નાબૂદ પણ કરી શકાય છે ત્યારે આજના સમયમાં આયુર્વેદનું વ્યવહારિક જીવનમાં ખૂબ મહત્વ છે અને લોકો આયુર્વેદને માનતા પણ થયા છે સ્ટીરોઈડ જેવી દવાઓથી થોડીવાર માટે રાહત થઈ શકે પરંતુ એ રોગ જળમૂળથી દૂર થઈ શકતો નથી પરંતુ આયુર્વેદિક પદ્ધતિ એક એવી પદ્ધતિ છે કે જેનાથી રોગ શરીરમાંથી દૂર પણ થઈ શકે છે ત્યારે આયુર્વેદના દેવતા એવા ધન્વંતરી દેવતાનું પણ ખાસ મહત્વ આજના દિવસે યાદ કરવામાં આવે છે કારણ કે ધનતેરસ અને ધનવંતરી દેવતાનું પૂજન બને એક જ દિવસે થાય છે.
રાષ્ટ્રીય આયુષ દિવસ તરીકે કરાઈ છે ઉજવણી:
આ તેરસનો દિવસ એટલે ધનવંતરી ભગવાનનો જન્મ દિવસ. ખૂબ ઓછા લોકો આ ઇતિહાસ વિશે જાણતા હશે. કારણ કે આ દિવસને લોકો માં લક્ષ્મીજીના પ્રાગટ્ય દિન તરીકે ઉજવણી કરે છે. હકીકતમાં બંને વસ્તુ એક જ છે કે જેમાં માતા લક્ષ્મીજી સમુદ્ર મંથન સમયે જ્યારે પ્રગટ થયા ત્યારે જ ભગવાન ધનવંતરી દેવતા પણ પ્રગટ થયા હતા….આયુર્વેદના ક્ષેત્રમાં આ દિવસને ધનવંતરી દેવતાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જુના જમાનામાં આ દિવસને માતા લક્ષ્મીના પ્રાગટ્ય દિન તરીકે ઉજવવામાં આવતો હતો પરંતુ સાથે ધનવંતરી દેવતાની પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવતી હતી જે હાલના સમયમાં લોકો વચ્ચે વિસરાતી જઈ રહી છે.
ભારત સરકાર દ્વારા આ દિવસની કરાઈ પસંદગી:
ભારત સરકાર દ્વારા ધનતેરસના આ દિવસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે જેમાં આયુર્વેદના વિવિધ પ્રકલ્પો વિશે લોકોને માહિતગાર પણ કરાય છે.
આજના સમયે આયુર્વેદ એ અમૃત સમાન:
આજના સમયમાં આયુર્વેદ એ અમૃત સમાન છે જે રોગનું નિરાકરણ અમુક દવાઓથી થતું નથી તે આયુર્વેદથી થઈ જ શકે છે અમુક રોગ એવા પણ છે જે આયુર્વેદિક પદ્ધતિથી જળમૂળથી નાબૂદ પણ કરી શકાય છે ત્યારે આજના સમયમાં આયુર્વેદનું વ્યવહારિક જીવનમાં ખૂબ મહત્વ છે અને લોકો આયુર્વેદને માનતા પણ થયા છે સ્ટીરોઈડ જેવી દવાઓથી થોડીવાર માટે રાહત થઈ શકે પરંતુ એ રોગ જળમૂળથી દૂર થઈ શકતો નથી પરંતુ આયુર્વેદિક પદ્ધતિ એક એવી પદ્ધતિ છે કે જેનાથી રોગ શરીરમાંથી દૂર પણ થઈ શકે છે ત્યારે આયુર્વેદના દેવતા એવા ધન્વંતરી દેવતાનું પણ ખાસ મહત્વ આજના દિવસે યાદ કરવામાં આવે છે કારણ કે ધનતેરસ અને ધનવંતરી દેવતાનું પૂજન બને એક જ દિવસે થાય છે.