- RTO કચેરી દ્વારા વાહનના ગેરકાયદે થતું વેચાણનો પર્દાફાશ
- RTO અધિકારી સહિતની ટીમ દ્વારા કૌભાંડનો પર્દાફાશ
- 25 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા
Junagadh : ગાંધીનગર વાહન વ્યવહાર કમિશ્નરને મળેલી હકીકતના આધારે RTOની ટીમે કેશોદમાં વેરાવળ રોડ ઉપર આવેલી વેસ્ટર્ન બજાજ સેલ્સ એન્ડ સર્વિસ નામના શો-રૂમમાં રેડ કરી હતી. અહી તપાસ કરતા જાણવામાં મળ્યું કે વાહનોના વેચાણ માટે ડીલર પાસે જે કાયદેસર ટ્રેડ સર્ટીફીકેટ હોવું જોઈએ તે ન હતું. નિયમ અનુસાર જે કોપિન કંપનીના ડીલર હોય તેમની પાસે વાહન વેચાણ માટે ટ્રેડ સર્ટીફીકેટ હોવું ફરજીયાત છે. પરંતુ અહી કેશોદના મનહર પટેલ નામનો શખ્સ ટ્રેડ સર્ટીફીકેટ વગર વાહનોનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. તેમના શો-રૂમમાંથી ૨૫ ટુ વ્હીલર જેમની આશરે કીમત ૨૫ લાખ જેવી થાય છે, તે ડીટેઈન કરવામાં આવ્યા છે. આ અંગે તપાસ કરતા આ શખ્સને વેરાવળની અન્ય કંપનીના ડીલર દ્વારા અનાધિકૃત રીતે સબ ડીલર નીમી દઈ અને વાહનોનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો કરાયા છે. જે અંગે ડીલર મનહર પટેલ અને વેરાવળના ડીલરને નોટીસ આપીને દંડાત્મક કાર્યવાહી કરવા માટે તજવીજ શરુ કરવામાં આવી છે.
અનુસાર માહિતી મુજબ, જૂનાગઢ RTO કચેરીએ કેશોદમાંથી વાહનોનું ગેરકાયદે થતું વેચાણનો પર્દાફાશ કર્યો છે. તેમજ ગાંધીનગર વડી કચેરીને બાતમી મળ્યા બાદ જુનાગઢ RTO અધિકારી સહિતની ટીમ દ્વારા કેશોદમાંથી સમગ્ર કૌભાંડ ઝડપી લીધું હતું.
ગાંધીનગર વાહન વ્યવહાર કમિશ્નરને મળેલી હકીકતના આધારે RTOની ટીમે કેશોદમાં વેરાવળ રોડ ઉપર આવેલી વેસ્ટર્ન બજાજ સેલ્સ એન્ડ સર્વિસ નામના શો-રૂમમાં રેડ કરી હતી, અહી તપાસ કરતા વેચાણ કરવામાં આવી રહેલા વાહનોના વેચાણ માટે કેશોદના ડીલર પાસે જે કાયદેસર ટ્રેડ સર્ટીફીકેટ હોવું જોઈએ તે નહોતું. તેમજ નિયમ અનુસાર જે કોપિન કંપનીના ડીલર હોય તેમની પાસે વાહન વેચાણ માટે ટ્રેડ સર્ટીફીકેટ હોવું ફરજીયાત છે. પરંતુ અહી કેશોદના મનહર પટેલ નામનો શખ્સ ટ્રેડ સર્ટીફીકેટ વગર વાહનોનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. તેથી તેમના શો-રૂમમાંથી 25 ટુ વ્હીલર જેમની આશરે કીમત 25 લાખ જેવી થાય છે, તે ડીટેઈન કરી છે.
આ અંગે તપાસ કરતા આ શખ્સને વેરાવળના મુખ્ય બજાજ કંપનીના ડીલર વેસ્ટર્ન ઓટો એજન્સીના ડીલર દ્વારા કેશોદમાં અનાધિકૃત રીતે સબ ડીલર નીમી દીધા અને વાહનોનું કેશોદથી વેચાણ કરવામાં આવી રહ્યું હતું. તેમજ હાલ તો અહીંથી 25 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે અને કેશોદના ડીલર મનાતા મનહર પટેલ અને વેરાવળના ડીલરને નોટીસ આપીને દંડાત્મક કાર્યવાહી કરવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.
અહેવાલ : જય વિરાણી