જૂનાગઢ શ્રી હાટકેશ્વર કડિયા મહિલા સત્સંગ મંડળ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ નો કાર્યક્રમ સંપન્ન થયો હતોજૂનાગઢ શ્રી હાટકેશ્વર કડિયા મહિલા સત્સંગ મંડળ દ્વારા સર્વે જ્ઞાતી પીત્રુ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સંપન્ન કાર્યક્રમ ની આજે પુર્ણાહુતી થય હતી સર્વે ભવન્તુ સુખીના સર્વે સન્તુ નીરામય ની ભાવનાથી પરંપરાગત દર વર્ષ ના ચૈત્ર માસ દરમિયાન યોજાતા આ કાર્યક્રમમાં ગઇકાલે રુક્ષમણી વિવાહ નો પ્રસંગ ભાવિકોએ માણ્યો હતો
.પરંપરાગત હાટકેશ્વર કડિયા મહિલા સત્સંગ મંડળ દ્વારા આયોજિત આ ૧૮ મી વખત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ મુજબ પોતાના પરિવાર ના પીત્રુ ઓના મોક્ષ નો માર્ગ એટલે શ્રીમદ્ ભાગવત આજના મોંઘવારી ના સમય માં ફક્ત આર્થીક સંકળામણ ના કારણે આ પ્રસંગ નું આયોજન ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારો માટે અશક્ય જેવું છે ત્યારે આ મહિલા મંડળ દર વર્ષે કોઇપણ નાત જાત ના ભેદભાવ વગર આ રીતે સર્વેના પીત્રુ મોક્ષાર્થે આ આયોજન કરે છે
સામાન્ય કહી શકાય તેવી રકમના ખર્ચે ભાવિકો પોત પોતાના પીત્રુ નું અહી સ્થાપન કરી તેમના મોક્ષની કામના કરેછેપરંપરાગત આયોજીત આ કાર્યક્રમમાં થી આવતા લોકફાળા ની ઉભી થતી માતબર રકમ નો પણ આ મંડળ સદ્ઉપયોગ કરે છે આમાથી ગરીબ અને નીરાધાર કે અનાથ કોઇપણ જ્ઞાતી કે સમાજ ની દિકરી ઓ ના લગ્ન કરાવી આપવાનું ભગીરથ કાર્ય આ મંડળ કરી રહ્યુ છે ગત્ તારીખ ૨૬ એપ્રિલ થી આ ભાગવત સપ્તાહ નો પ્રારંભ થયો હતો કેશવાળા ગામના ભાગવત આચાર્ય ઋષિકેશભાઇ શાસ્ત્રીજી એ આગવી સંગીતમય શૈલીમાં કથામ્રૂત પિરસ્યુ હતુ