- ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતાં પરિક્રમા પ્રવેશ દ્વાર ઇટવાગેટ કરાયો બંધ
- શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી વતન તરફ થયા રવાના
- પરિક્રમા રૂટ પર રહેલા શ્રદ્ધાળુઓ સાંજ સુધીમાં કરશે પરિક્રમા પૂર્ણ
Junagadh : ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતાં પરિક્રમા પ્રવેશ દ્વાર ઇટવાગેટ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી વતન તરફ જવા રવાના થઈ રહ્યા છે. આ સાથે આ વર્ષે પરિક્રમામાં અંદાજિત 7 લાખથી વધુ લોકોએ પરિક્રમા પૂર્ણ કરી છે. તેમજ પરિક્રમા રૂટ પર રહેલા શ્રદ્ધાળુઓ સાંજ સુધીમાં પરિક્રમા પૂર્ણ કરશે. આ સાથે ગત વર્ષની સરખામણીએ પરિક્રમામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી હોવાનું જોવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ, ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતાં પરિક્રમા પ્રવેશ દ્વાર ઇટવાગેટ બંધ આવ્યો છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી વતન તરફ રવાના થઈ રહ્યા છે. ત્યારે અંદાજિત 7 લાખથી વધુ લોકોએ પરિક્રમા પૂર્ણ કરી છે. આ દરમિયાન પરિક્રમા રૂટ પર રહેલા શ્રદ્ધાળુઓ સાંજ સુધીમાં પૂર્ણ કરશે. આ ઉપરાંત ગત વર્ષની સરખામણીએ પરિક્રમામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી ગઈ હોવાનું જોવા મળ્યું હતું.
અહેવાલ : ચિરાગ રાજ્યગુરુ