જાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવી નોકરી મેળવી: નિવૃત્ત થયા બાદ ભોપાળું ખુલ્યું
જૂનાગઢ જિલ્લા પંચાયત કચેરીમાંથી સને ૧૯૭૯ માં નીકળેલ એક ખોટા જાતિના સર્ટિફિકેટ ના આધારે નોકરી મેળવી નિવૃત્ત થઈ ગયેલા નિવૃત્ત વાણિજય વેરા અધિકારી તથા જૂનાગઢ જિલ્લા પંચાયતના તત્કાલીન સમાજ કલ્યાણ અધિકારી સામે મદદનીશ કમિશ્નર આદીજાતી વિકાસ, રાજકોટ દ્વારા સરકાર સાથે છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસ માથી પ્રાપ્ત વિગતો અનુસાર તા. ૧૬/૫/૧૯૭૯ માં ભગવાનજી રૈયાભાઇ સીંધલએ જુનાગઢ જીલ્લા પંચાયત કચેરીના સમાજ કલ્યાણ ખાતામાંથી કોઇ પણ રીતે ખોટુ જાતિ પ્રમાણ પત્ર મેળવી લીધું હતું. અને એ પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી પણ મેળવી લઈ વાણિજ્ય વેરા અધિકારી તરીકે ફરજ બજાવી નિવૃત્ત પણ થઈ ગયેલ હતા.
આ અંગે એ. એસ. ખવડ મદદનીશ કમિશ્નર આદીજાતી વિકાસ, રાજકોટ દ્વારા જુનાગઢ પોલીસમાં થયેલ ફરિયાદ મુજબ જુનાગઢ જિલ્લા પંચાયત કચેરીના સમાજ કલ્યાણ ખાતાના અધિકારીએ ભગવાનજી રૈયાભાઇ સીંધલને જનજાતિનુ પ્રમાણપત્ર એસ.ડબ્લ્યુ / ૩ / ૧૨૯ તા.૧૬/૦૫/૧૯૭૯ થી ખોટુ પ્રમાણપત્ર કાઢી આપ્યું હતું અને સમાજ ખાતાના અધિકારીએ હોદ્દાનો દુરુપયોગની કરી, જવાબદાર અધિકારી હોવા છતાં ખોટું જાતિનું સર્ટિફિકેટ કાઢી આપી સરકાર સાથે છેતરપીડી કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.