જૂનાગઢ શહેરના ધોરાજી ચોકડી પાસે આવેલ રેલવે ફાટક પર ગેટ કિપર તરીકે નોકરી કરતા,  મુકેશભાઈ માધાભાઈ રાઠોડ (ઉ.વ. 34) સાથે બનેલા હની ટ્રેપના ગુન્હામા તાલુકા પોલીસ દ્વારા ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી  સલમાન તૈયબભાઈ વિશળ (ઉવ. 27), બસિર ઉર્ફે ટકો હબીબભાઈ સુમરા (ઉવ. 31), આર્યન યુનુસભાઈ  ઠેબા (ઉવ. 19) ની કાઉન્ટર ટ્રેપ કરીને રાઉન્ડ અપ કરીને મુદામાલ સાથે પકડી પાડવામા  આવ્યા છે.

મહિલા જુગારમાં પૈસા હારી જતા ટીવી પર આવતી સિરિયલ જોઈ હનીટ્રેપનો પ્લાન ઘડયો હોવાની કબુલાત

તે દરમિયાન જુનાગઢ ડીવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી.ધોકડિયા સહિતના માણસોની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, મળેલ બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપી શબીના ઉર્ફે શબનમ ઉર્ફે શબ્બુ કાળાભાઈ પલેજા  (ઉવ. 33, )ની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલી મહિલા આરોપી શબનમ ઉર્ફે શબ્બુ લાવારીસ જેવું જીવન ગુજરાતી હોઈ, જુગાર રમવાની ટેવ હોઈ, દાતાર રોડ ઉપર જુગાર રમવા જતા આરોપી સલમાન સાથે ઓળખાણ થયેલી અને જુગારમાં રૂપિયા હારી જતા અને રૂપિયાની જરૂરિયાત હોવાથી શબનમ ઉર્ફે શબ્બુ એ હનીટ્રેપનું નાટક કરવા તૈયાર થયેલી હોવાની કબૂલાત કરવામાં આવેલી છે.જ્યારે પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા, પકડાયેલ આરોપી આર્યન ઠેબા ટીવીમાં આવતી એક ચેનલ પર સાવધાન ઇન્ડિયા, ક્રાઇમ પેટ્રોલ નામની સીરિયલમાં આવેલ એપિસોડ જોઈને હનીટ્રેપનો પ્લાન બનાવેલાની કબૂલાત કરતા, પોલીસ ચોંકી ઉઠી હતી. આરોપી આર્યન દ્વારા આ સીરિયલમાં આવેલ એક એપિસોડમા આ મોડસ ઓપરેનડીથી એક યુવાનને ફસાવી, લાખો રૂપિયા ખંખેરી લીધેલાનો કિસ્સો આવેલ હોઈ, એ જ સટાઇલથી ગુન્હો કરાવાનું નક્કી કરી, બાકીના આરોપીઓને આખો પ્લાન સમજાવેલ હોવાની અને એ પ્રમાણે ગુન્હો કરેલાની  કબૂલાત કરવામાં આવેલ છે.

પકડાયેલા આરોપીઓએ તાલુકા પોલીસની ટીમની પૂછપરછ દરમિયાન તમામને રૂપિયાની જરૂરિયાત હોવાથી આ પહેલી વાર જ ગુન્હો આચરેલાની કબૂલાત કરેલ હોઈ,આગળની તપાસ તાલુકા પીએસઆઈ પી.વી.ધોકડીયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.