સૌરાષ્ટ્રભરમાંથી પત્તાપ્રેમીઓ હાઇપ્રોફાઇલ જુગારધામમાં આવતા હતા, રેઇડ દરમિયાન ચાર જુગારીઓ નાસવામાં સફળ: એસઓજીની કાર્યવાહીથી રાજકારણમાં ગરમાવો

જૂનાગઢના ભાજપના પીઢ અગ્રણી અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખના પુત્રના પાર્ટી પ્લોટમાંથી ગઈકાલે જૂનાગઢ એસ.ઓ.જી.એ જુગાર અંગે રેડ પડી મોટા માથાઓને પકડી પાડયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં બે મહિલાઓ સહિત ૨૦ જુગારીઓનો સમાવેશ થાય છે તથા લગભગ ૧૫ લાખ જેટલી રોકડ, ૧૮ મોબાઈલ અને ૪ ફોર વ્હીલ સહિત અડધા કરોડનો મુદ્દામાલ પોલીસે પકડી પાડતાં જુનાગઢ ભાજપમાં સન્નાટો છવાઇ જવા પામ્યો છે.

જાણવા મળતી વિગતો અનુસાર ગઈકાલે જૂનાગઢ શહેરના સકકરબાગ સામે આવેલ એસ.એલ. પાર્ક ખાતે જૂનાગઢ એસ.ઓ.જી.એ જુગાર અંગે દરોડા પાડતા એસ. એલ. પાર્કની હોટેલમાંથી જુગાર રમતા  જૂનાગઢની તથા જામનગરની બે મહિલાઓ, તેમજ રાજકોટ, વંથલી, ઉપલેટા, બેરાજ, જામખંભાળિયા, જામનગર, નવાગઢ, ભેંસાણ, હાંજડાપર, હાપા, અને જૂનાગઢના મળી કુલ ૨૦ હાઇપ્રોફાલ જુગારીઓ ઝડપાઈ જવા પામ્યા છે.

જ્યારે જૂનાગઢ જિલ્લાના ભાજપના પીઢ અગ્રણી અને જૂનાગઢ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કરસનભાઈના પુત્ર દ્વારા આ જુગાર અખાડો ચલાવતો હોવાનું સામે આવતા પોલીસે જૂનાગઢના એસ.એલ. પાર્કના મનીષ કરસનભાઈ ધડુક તથા તેના ભાઈ વિરલ કરશનભાઇ ધડુકની અટકાયત કરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે ચોક્ક્સ બાતમી હકીકત મળેલ કે, જૂનાગઢ સકકરબાગની સામે આવેલ એસેલપાર્ક પાર્ટી પ્લોટના માલીકો બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે જેથી હકીકત વાળી જગ્યાએ જૂનાગઢ એસ.ઓ.જી. તથા જૂનાગઢ બી ડીવી. પોલીસે  એસેલપાર્કમાં રેઇડ કરતા બે મહિલાઓ મળી કુલ -૨૦ જુગારીઓ રોકડ રૂપીયા રૂ.૧૪,૦૯,૩૬૫ તથા મોબાઇલ નં.૧૮ કિ.રૂ. ૮૬,૦૦૦ તથા ફોર વ્હિલર વાહનો નંગ-૪ કિ.રૂ.૩૫,૦૦,૦૦૦ તથા જુગાર સાહિત્ય મળી કુલ કિ.રૂ.૪૯,૯૫,૩૬૫ ના મુદામાલ સાથે જુગાર રમતા મળી આવ્યા હતા અને આ તમામને વધુ કાર્યવાહી અર્થે બી ડીવી. પોલીસ સ્ટેશનને ગુન્હો રજી. કરવા સોંપવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લાના ભાજપના પીઢ અગ્રણી અને જૂનાગઢ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કરસનભાઈ ના પુત્રના પાર્ટી પ્લોટમાંથી મોટી રકમનો જુગાર અને મોટા માથાઓ પકડાતા જુનાગઢ ભાજપ સહિત પ્રદેશ ભાજપમાં હલચલ મચી જવા પામી છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઇન્સ. જે.એમ.વાળા , એમ.જે.કોડીયાતર તથા એ.એસ.આઇ. એમ.વી.કુવાડીયા, એચ.કે.પીઠીયા, પો.હેડ કોન્સ. સામતભાઇ બારીયા, દીપકભાઇ જાની, મજીદખાન હુશેનખાન, ભરતસિંહ સિંધવ, પરેશભાઇ ચાવડા, બાબુભાઇ નાથાભાઇ, પો.કોન્સ. અનિરૂધ્ધસિંહ ચાંપરાજભાઇ, મહેન્દ્રભાઇ દાનાભાઇ, ધર્મેશભાઇ વાઢેર, શૈલેન્દ્રસિંહ સિસોદીયા, રવીરાજ વાળા, જયેશભાઇ બકોત્રા  તથા બી ડીવીઝન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. કે.જે.પટેલ  તથા વુ.એ.એસ.આઇ. ડી.ડી.ડાંગર સહિતનો સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

જુગાર રમતા પકડાયેલ આરોપીઓમાં મનીષ કરશનભાઇ ધડુક, વિરલ કરશનભાઇ ધડુક, અજય મગનભાઇ લીંબાસીયા, પ્રવિભાઇ ધનજીભાઇ પીપળીયા, હાજાભાઇ રાણાભાઇ મુળીયાસીયા, જેન્તીભાઇ બચુભાઇ ડોબરીયા, કિશન ધનસુખભાઇ કાપડી, ગોવિંદ મેરામણભાઇ ચાવડા, કરશનભાઇ નારણભાઇ કાંબરીયા, જલ્પેશ કિરીટભાઇ પંડ્યા,ધર્મેન્દ્ર અરવિંદભાઇ રૂપારેલીયા, મીલન જગદિશભાઇ રાયચુરા,  મહેશ ધીરૂભાઇ સેજલીયા, ગોવિંદભાઇ પોપટભાઇ ડઢાણીયા, કારાભાઇ દાનાભાઇ કરમટા,  સાજણભાઇ જોધાભાઇ આંબલીયા,  દેવાયતભાઇ કુંભાભાઇ આંબલીયા,  પ્રદિપ કિર્તિભાઇ ત્રિવેદી, ગીતાબેન વા/ઓ ચમનભાઇ રામજીભાઇ વાંસજાળીયા, હેતલબેન વા/ઓ જીગ્નેશભાઇ ધીરૂભાઇ વઘાસીયા, નો સમાવેશ થાય છે. આ દરોડા દરમિયાન  હરભમભાઇ રહે.પોરબંદર, અજીતભાઇ રહે.જૂનાગઢ, જલ્પેશ ઉર્ફે જપુ અને દેવાભાઇ મેર રહે.જૂનાગઢ નાસી છુટવામાં સફળ રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.