ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરસ્વતી લોક સંગીત અને નૃત્ય કલાવૃંદ ટ્રસ્ટ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ઓનલાઇન કાર્યક્રમ “પાગલ છે જમાનો ફુલોનો”નું આયોજન થયું હતું. આ કાર્યક્રમ કવિ શુન્ય પાલનપુરીની પુણ્યતિથિ નિમિત્તે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કવિ તરીકે રાજેન્દ્ર ભટ્ટ, જયંત કોરડીયા, હરેશ સોંદરવા, સુનીતા શ્રીમાળી, નાથાલાલ પરમાર અને કમલેશ જેઠવા અમર આ બધા કવિઓએ પોતાની કવિતાના ઓજસ પાથર્યા હતા. કાર્યક્રમમાં સાહિત્ય અકાદમીના મહામંત્રી ડો. હિમ્મત ભાલોડીયાએ ઓનલાઇન હાજરી આપીને કાર્યક્રમને બિરદાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંયોજક સંસ્થા સરસ્વતી લોક સંગીત અને નૃત્ય કલાવૃંદ ટ્રસ્ટ જૂનાગઢના પ્રમુખ શારદાબેન બારોટ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમને બહોળી સંખ્યામાં શ્રોતાઓએ ઓનલાઇન ઇ-માધ્યમથી નિહાળ્યો હતો.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…