૭૨૩૫ લોકોએ અત્યાર સુધીમાં કરાવ્યું રજિસ્ટ્રેશન: મેરેથોનમાં જોડાવું નિ:શુલ્ક: ૩ વર્ષથી લઈ ૮૦ વર્ષ સુધીના લોકો લગાવશે દોડ
જુનાગઢ મહાનગરપાલિકા ખાતે ગત ૨૫ના રોજ મહાનગરપાલિકાના કમિશનર તેમજ મેયરની અધ્યક્ષતામાં જૂનાગઢમાં પ્રથમ વખત આયોજિત થઇ રહેલ જુનાગઢ મેરેથોન ફોરમ ફોર ક્લીન જુનાગઢની થીમ સાથેની મેરેથોન અંગેની જાણકારી આપવા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓએ પ્રથમ વખત આયોજિત થવા જઇ રહેલ આ મેરેથોન માટે માહિતી આપી હતી કે આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશ લેવલે જૂનાગઢ કાઠુ કાઢવા જય રહ્યુ છે આ ઉપરાંત વડાપ્રધાન દ્વારા શરુ કરાયેલ ફીટ ઇન્ડિયાની મુવમેન્ટ ઉપરાંત જૂનાગઢ ને વલ્ડ હેરીટેજ સીટી માં સ્થાન મળે તેવા ત્રીવીધ હેતુનો હેતુથી આયોજન કરાયું છે.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯ માં જુનાગઢ ૧૫૪ માં ક્રમે રહ્યું હતું ત્યાંથી ઘણું બધું આગળ આવવા અને જૂનાગઢને વધારેમાં વધારે ક્લીન સીટી તરીકેની ઓળખ ધરાવતા શહેરોની હરોળમાં લાવવા તેમજ જુનાગઢ સ્વચ્છ શહેર બનાવવા ઉપરાંત સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશ લેવલે જૂનાગઢ કાઠુ કાઢવા જય રહ્યુ છે તે સંદેશ સાથે વડાપ્રધાન દ્વારા શરુ કરાયેલ ફીટ ઇન્ડિયાની મુવમેન્ટ ને સાર્થક કરવા તેમજ જૂનાગઢ ને વલ્ડ હેરીટેજ સીટી માં સ્થાન મળે આમ ત્રીવીધ હેતુનો સંદેશ માટે આનાથી ઉપરાંત જૂનાગઢના ૩.૪૦ લાખ લોકો એક પારિવારિક ભાવનાથી જૂનાગઢને આગળ લઇ જવા દોડ લગાવે તે હેતુથી આ મેરેથોન નું આયોજન થઇ રહ્યું હોવાનું મહાનગર પાલિકાના જવાબદારોએ જણાવ્યું હતું જુનાગઢ આગામી ૨જી ફેબ્રુઆરીના રોજ સ્વચ્છતાના સંદેશ સાથે જૂનાગઢમાં સૌપ્રથમ વખત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત આ મેરેથોનમાં જોડાવું તમામ માટે નિ:શુલ્ક છે મેરાથોન આગામી બીજી ફેબ્રુઆરીના દિવસે યોજાશે જેમાં અત્યાર સુધીમાં ૩.૫. વર્ષના બાળકથી લઈને ૮૦ વર્ષના વૃદ્ધ સહિત હાલ ૭૨૩૫ લોકો નું રજીસ્ટ્રેશન થઇ ચુક્યુ હોવાનું મ્યુનિ.કમિશનર જણાવ્યું હતું ખાસ કરીને જૂનાગઢની સ્વચ્છતા સર્વેક્ષણમાં આગળ લઈ જવા માટે સ્વચ્છતાની મુખ્ય થીમ ઉપર આ મેરેથોન યોજાશે જેમાં સ્વચ્છતાનો સંદેશ જૂનાગઢના ૩.૪૦ લાખ નાગરિકોના ઘર સુધી પહોંચે તે માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે મેરેથોન ચાર કેટેગરીમાં યોજાશે જેમાં ૨૧ કિલોમીટર અને ૧૦ કિલોમીટરની મેરેથોન સ્પર્ધાત્મક રહેશે જેમાં પ્રથમ ત્રણ વિજેતા ઓને ટ્રોફી સહિત રોકડ પુરસ્કારો આપવામાં આવશે તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ટીશર્ટ અને મેડલ આપવામાં આવશે આ સ્પર્ધાનો રુટ ભવનાથ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસથી લયને મધુરમ ત્યાંથી સરદાર બાગ નરસિંહ મહેતા સરોવર મહાબત મકબરા જેવા હેરિટેજ પોઇન્ટ ને આવરી ભરડાવાવ ના રસ્તે ભવનાથ વિસ્તારમાં પરત ફરશે જ્યારે પાંચ કિલોમીટરની મેરેથોન ફ્રેન્કલી રહેશે જેનો રુટ ગીરનાર દરવાજા સુધીનો રહેશે અને એક કિલોમીટરની મેરેથોનનો રુટ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ થી ગીરનાર તળેટી સુધી નો રહેશે આ રૂટ પર ફન સ્ટ્રીટ સાથે ક્વીઝ કોમ્પીટીશનનું આયોજન કરાયુ છે આસ્પર્ધામાં સ્વચ્છતાના સાથે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પુછવામાં આવશે અને સાચા જવાબ આપનારને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે અત્યાર સુધીમાં ૭૨૩૫ નું રજીસ્ટ્રેશન થઇ ગયું છે જેમાં દેશ-વિદેશથી સ્પર્ધકોએ ભાગ લઇ રહ્યા છે જેમાં હરિયાણા યુપી મુંબઇ સહિતના રાજ્યોમાંથી પણ લોકો આવશે હજી રજિસ્ટ્રેશન ચાલુ છે જુનાગઢના લોકોની વધુ ને વધુ જોડાય તે માટે આયોજન છે આ મેરેથોનમાં ૧૧ હજાર લોકો જોડાય તેવી મહાનગરપાલિકાના આશા છે મેરેથોન ચાલુ થાય ત્યારથી દોડવીરો આગળ પાયલોટિંગ વ્યવસ્થા ૫૦ જેટલા સ્કેટર્શ સ્કેટિંગ કરતા યુવાનો પાયલોટિંગ કરશે.
તમામ લોકો ઉત્સાહથી જોડાય તેવી અપીલ: મેયર ધીરૂભાઈ ગોહેલ
જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતુ કે જૂનાગઢ શહેરમાં પ્રથમ વખત મેરેથોન યોજાઈ રહી છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો આ મેરેથોનમાં જોડાય અને ઉત્સાહભેર ભાગ લ્યે તેવી અપીલ છે. વધુમાં કહ્યું કે લોકો સ્વચ્છતાના આગ્રહી બને અને સ્વસ્થતા અંગે જાગૃત બને તે માટે મેરેથોનનું આયોજન કરાયું છે.