જૂનાગઢના પાદરીયામાં રૂ.21.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ત્રણ વાહન મળી રૂ.41.98 લાખનો મુદામાલ કબજે: તમામ આરોપીઓ ફરાર
જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાંચે જૂનાગઢના પાદરીયામાં દારૂનું કટિંગ થાય તે પહેલા દરોડો પાડી, રૂ. 21.78 લાખનો 444 પેટી દારૂ જપ્ત કરી 3 વાહનો સહિત કુલ રૂ 41.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે દરોડા દરમિયાન એકપણ વ્યક્તિ. પોલીસના હાથમાં આવ્યો નથી, પરંતુ બે શખ્સોના નામ ખુલતા પોલીસે બન્ને શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના આ દરોડા દરમિયાન સ્થળ પરથી રૂપિયા 21.78 લાખની કિંમતનો 444 પેટી (5328) બોટલ વિદેશી દારૂનો જથ્થો તેમજ જીજે 12 બી ડબલ્યુ 0354 નંબરનું આઇસર જીજે 13 ડબલ્યુ 819 નંબર નો ટ્રક તેમજ જીજે 27 ટી ટી 0257 નંબરનું પીકપ વાન સહિત ત્રણ વાહનો મળી આવતા ક્રાઈમ બ્રાન્ચે દારૂ તથા વાહનો મળી કુલ રૂપિયા 41.98 લાખનો મુદ્દામાલ કબજે કરી જુનાગઢ તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે જૂનાગઢ એલસીબી પીએસઆઇ બડવા એ તાલુકા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર જુનાગઢ તાલુકાનાં પાદરીયા ગામે સોમનાથ સોસાયટી માં રહેતા નગા સરમણ રબારી તથા અલ્પેશ સરમણ નામના બંને સગા ભાઈઓએ પુર્વ આયોજીત કાવત્રુ કરી લોકડાઉનના સમયમાં આર્થીક મોટો નફો મેળવવા માટે ગેર કાયદે રીતે ગુજરાત રાજ્યમાં ડ્રીપ ઇરીગેશનના પાઇપની આડમાં બહારના રાજ્યમાંથી પ્રતિબંધીત ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પેટી નંગ- 444 કુલ બોટલ નંગ 5328 જેની કુલ કિમત રૂ.21,78,000/- તથા ઇરીગેશન પાઇપ બંડલ નંગ 60 કિ.રૂ.1,20,000/- આઇસર ટ્રક રજી. નં. જીજે-12-બીડબલ્યૂ-0354 કિ.રૂ.10,00,000/- તથા ટાટા ટ્રક રજી.નં. જીજે-13-ડબલ્યૂ-0819 કિ.રૂ.6,00,000/- તથા અશોક લેલન પીકઅપ વાહન રજી.નં. જીજે-27-ટીટી-0257 કિ.રૂ.3,00,000/- તથા બીલટી કિ.રૂ.00/- મળી કુલ કિ.રૂ.41,98,000/- નો મુદામાલ રાખ્યો હતો. તથા ઉપરોક્ત દારૂનો જથ્થો આઇસર ટ્રક રજી. નં. જીજે-12-બીડબલ્યૂ-0354 માં મંગાવી જે હેરફેર માટે ટ્રકમાં બનાવટી નંબર પ્લેટ બનાવી તેનો ઉપયોગ કરી ગુન્હો કરેલ છે. જોકે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર રેઇડ દરમ્યાન તમામ આરોપીઓ નાશી જવા પામ્યા હતા ત્યારે હાજર નહી મળેલ નગા સરમણ ભાાઈ તથા અલ્પેશ સરમણભાઈ રબારી, આઇસર ટ્રક રજી નં જીજે 12 બીડબલ્યૂ 0354 નો ચાલક, ટાટા ટ્રક રજી.નં. જીજે-13-ડબલ્યૂ-0819 નો ચાલક, અશોક લેલન પીકઅપ વાહન રજી.નં. જીજે-27-ટીટી-0257 નો ચાલક, ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોકલનાર ઇસમો, ભારતીય બનાવટના વિદેશી દારૂનૂ કટીંગ કરવા માટે આવેલ ઇસમો કે નાશી ગયેલ છે તે તપાસમાં ખૂલે તે તમામ આ કામના આરોપીઓ સામે ગુન્હો નોંધાયો છે.