- 58 દીકરીઓને કરિયાવરમાં આપ્યું ગાયનું દાન
- રાજભા ગઢવી દ્વારા સમગ્ર લગ્નના મહોત્સવનું કરાયું આયોજન
- સતત ત્રીજા વર્ષે લગ્ન મહોત્સવનું કરાયું આયોજન
જૂનાગઢ જિલ્લાના રાજપરા ગામે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચારણ સમાજની દીકરીઓ લગ્નના તાતણે બંધાઈ હતી. આ સમૂહ લગ્નના મહોત્સવનું સમગ્ર આયોજન રાજભા ગઢવી દ્વારા કરવાના આવ્યું હતું. અને દરેક દીકરીઓને કરિયાવરમાં એક ગીર ગાય ભેટ આપવામાં આવી હતી. આપણાં સમાજમાં પહેલા ગાય આપવાનો રિવાજ હતો. ત્યારે આ પરંપરા મુજબ રાજભા ગઢવી દ્વારા 58 દીકરીઓને કરિયાવરમાં ગીર ગાય ની ભેટ આપવામાં આવી હતી.. સતત ત્રીજા વર્ષે આ પ્રકારના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 2023 માં 14 દીકરીઓના લગ્ન, 2024 માં 19 દીકરીઓના લગ્ન અને આ વર્ષે એટલે કે 2025 માં 58 દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્ષણે રાજભા ગઢવીએ ચારણ સમાજના અગ્રણીઓએ માન્યો આભાર માન્યો હતો. આ પ્રસંગમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અનુસાર માહિતી મુજબ, જૂનાગઢના વિસાવદર તાલુકાના રાજપરા ગામે સમૂહ લગ્નનું એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારણ સમાજની દીકરીઓ આજે લગ્નના તાતણે બંધાઈ હતી. આ સમૂહ લગ્નના મહોત્સવમાં રાજભા ગઢવી દ્વારા તમામ આયોજન કરવાના આવ્યું છે. અને દરેક દીકરીઓને કરિયાવરમાં એક ગીર ગાય ભેટ આપવામાં આવી છે. આ ગીર ગાયનું મહત્વ સમજાવતા રાજભા કહે છે કે અત્યારે હાલમાં આપણી પૌરાણિક પરંપરા છે પરંતુ તે વિસરાઈ રહી છે. હાલમાં આ પરંપરાને લોકો ભૂલી રહ્યા છે. ત્યારે આજે 58 દીકરીઓને કરિયાવરમાં ગીર ગાયની ભેટ આપવામાં આવી હતી.. સતત ત્રીજા વર્ષે આ પ્રકારના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 2023 માં 14 દીકરીઓના લગ્ન , 2024 માં 19 દીકરીઓના લગ્ન અને આ વર્ષે એટલે કે 2025 માં 58 દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચારણ સમાજના અગ્રણીઓએ માન્યો આભાર
ચારણ સમાજના અગ્રણીઓએ રાજભા ગઢવીના આ પગલાંનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે અમે રાજભા ગઢવીનું આ ઐતિહાસિક પગલાં માટે આભાર માનીએ છીએ અને જે આ પગલું છે તે સમાજને રાહ ચીંધનારું છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રવેચી ધામ ખાતે થયું હતું અને આ મંદિરનો ઇતિહાસ પણ વર્ષો જૂનો છે.
દુજણી ગાય ઘરમાં હોવી જરૂરી : રાજભા
રાજભાએ ગીર ગાય વિશે મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ઘરમાં દેશી ગીર ગાય હોય તે પણ ખૂબ જરૂરી છે. ગાય નો પંચગવ્ય , લોકગીત અને શાસ્ત્રોમાં ખૂબ ઊંડું મહત્વ છે. આજના સમયમાં લોકો પોતાનો ઇતિહાસ ભૂલી રહ્યા છે. આપણાં સમાજમાં પહેલા આ ગાય આપવાનો રિવાજ હતો. ત્યારે આ પરંપરાને લોકો આજે ભૂલી રહ્યા છે. ફટાકડા ફોડવા સહિતનો ખર્ચ થતો હોય તે જરૂરી છે પણ આ પરંપરા લોકો જાળવતા થાય તો આજના સમયમાં ખૂબ રૂડો અવસર કહી શકાય.
છેલ્લા 3 વર્ષથી સાથે જોડાયેલા તમામ મિત્રોનો માન્ય આભાર
રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે સૌપ્રથમ વખત જ્યારે ચારણ સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું. ત્યારે 14 દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. ત્યારબાદ 19 દીકરીઓના લગ્ન કરાવ્યા અને હવે આ વર્ષે સીધા 58 દીકરીઓના લગ્ન કરાવ્યા છે. ગત વર્ષે પણ તમામ દીકરીઓને ભેટમાં દૂઝણી ગાય આપવામાં આવી હતી. આ વર્ષે તમામ દીકરીઓને કરિયાવરમાં ગાય સતાધાર ધામના મહંત વિજયગીરી બાપુ દ્વારા આપવામાં આવી છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુનો કરિયાવર પણ આપવામાં આવ્યો છે. સમાજના દરેક લોકોને જે છેલ્લા ત્રણ વર્ષથી આ સમૂહ લગ્ન સાથે જોડાયેલા છે તે તમામનો પણ આભાર માન્યો હતો.
અહેવાલ : ચિરાગ રાજ્યગુરુ