ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના એસ.પી. તેમજ ડીવાયએસપીને સુચનો અપાય
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી દ્વારા રેન્જના જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ જીલ્લાઓનાં પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકો સાથે કાયદો અને વ્યવસ્થા અંગેની સમિક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક એ મોટા શહેરમાં ટ્રાફીક સમસ્યા રોમીયોગીરી, ઉપર અંકુશ લાવવા દરરોજ ત્રણ ત્રણ કલાક ટ્રાફીક ચેકીંગ તથા ફૂટ પેટ્રોલીંગ અસરકારક કરવું માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરાફેરી વેચાણ અટકાવવા અંગે સુચના, એકસપ્લીઝીવ દ્રવ્યોનું ગેર કાયદેસર વેચાણ અટકાવવા અંગે સુચના, ગેર કાયદેસર ખનીજ ચોરી, પોલીસ દ્વારા નિયમિત નાઈટ રાઉન્ડ, નિયમિત વાહન ચેકીંગ, નિયમિત ફૂટ પેટ્રોલીંગ, નિયમિત મોટર સાયકલ પેટ્રોલીંગ પ્રોહીબીશન, જૂગારની ગેર કાયદેસર પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે સખ્ત કાર્યવાહી મિલકત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા સંગઠીત ગુનાઓ બનતા અટકાવવા પોલીસ અધિકારી કર્મચારીઓ પ્રજા સાથે શિષ્ટચારભર્યું વર્તન રાખવું કોસ્ટલ સિકયુરીટી તેમજ દરીયાઈ સુરક્ષા અંગે એકસન પ્લાન તૈયાર કરી કાર્યવાહી કરવા રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવેલ.