જુન મહિનામાં ખીલખીલાટની સુવિધાનો 7200 સર્ગભાઓએ લીધો લાભ
જૂનાગઢ જિલ્લા 108 એમ્બ્યુલન્સ સેવાનો સરેરાશ ઘટના સ્થળે પહોંચવાનો સમય 17 મીનીટ 24 સેક્ધડ જેટલો છે. જ્યારે રાજ્યમાં 17 મીનીટ 41 સેક્ધડ જેટલો છે. આમ, રાજ્યભરમાં જૂનાગઢ જિલ્લાની 108 એમ્બ્યુલન્સ સેવા લોકોને કટોકટીની સ્થિતિમાં સેવા આપવામાં અગ્રેસર છે.
અકસ્માત કે આપત્તિના સમયે ઇજાગ્રસ્ત બીમાર વ્યક્તિને તાત્કાલીક સારવાર પુરી પાડતી 108 એમ્બ્યુલન્સ સેવા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. જૂનાગઢ જિલ્લામાં 108 દ્વારા જુન માસમાં એવરેજ રીસ્પોન્સ ટાઇમ અન્ય જિલ્લાઓ કરતા ઓછો છે. આમ, અત્યંત કટોકટીની પળોમાં લોકોને સારવાર આપવામાં 108 એમ્બ્યુલન્સ સેવા સરાહનીય કામગીરી કરી રહી છે.
જૂનાગઢ જિલ્લા 108 ઓફિસર વીશ્રુત જોષીના જણાવ્યા અનુસાર, જૂનાગઢ જિલ્લામાં એમ્બ્યુલન્સ સ્ટાફને સ્ટેન્ડબાય જ રાખવામાં આવે છે અને ઇમરજન્સી કેસ આવે એટલે 10 જ સેક્ધડમાં ગાડી નીકળી જાય છે. સાથે જ પેશન્ટનો ફોન આવ્યા બાદ કોલર સાથે 2-3 વાર વાત કરવામાં આવે છે. જેથી ઘટના સ્થળે પહોંચવામાં મોડુ ન થાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ જૂનાગઢ જિલ્લામાં 16 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાં 31 ડોક્ટર ઇએમટી, 31 પાઇલોટ ફરજ બજાવે છે. આ ઉપરાંત 108 એમ્બ્યુલન્સ સેવાની સાથે ખીલખીલાટની સુવિધા પણ જૂનાગઢ જિલ્લામાં કાર્યરત છે. જેનો જુન મહિનામાં 7200 સર્ગભાઓ એ લાભ લીધો હતો.
જૂનાગઢ જિલ્લાનો એવરેજ રીસ્પોન્સ ટાઈમ અન્ય જિલ્લા કરતા ઓછો છેજૂનાગઢ જિલ્લાનો ઘટના સ્થળ પર પહોંચવાનો સરેરાશ સમય રાજયમાં અન્ય જિલ્લાઓ કરતા ઓછો છે. જૂનાગઢ શહેરમાં એવરેજ રીસ્પોન્સ ટાઈમ 11 મીનીટ જેટલો છે. જયારે ગ્રામ્યમાં 20 મીનીટ જેટલો છે. આમ ઓવરઓલ ટાઈમ 17 મીનીટ ર4 સેક્ધડ જેટલો છે.અત્યાર સુધીમાં 108 એમ્બયુલન્સ સેવાનો જિલ્લામાં 4 લાખ થી વધુ લોકોએ લાભ લીધો