અધિકારી સામે શિક્ષકના પગાર ભથ્થા મુદ્દે કોર્ટમાં દાદ મંગાઇ હતી

જુનાગઢ જીલ્લાના બીન તાલીમી શિક્ષણ તરીકે ફરજ બજાવતા શિક્ષકે તાલીમી શિક્ષણ ગણી પગાર ભથ્થા માટે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ આ મુદ્દે જીલ્લા પ્રા. શિક્ષણ અધિકારી કોર્ટમાં રજુ થયા ન હતા. વારંવાર નોટીસ આપવા છતાં અંતે કોર્ટ જીલ્લા પ્રા. શિક્ષણાધિકારી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યુ છે જુનાગઢ જીલ્લાના બીન તાલીમી શિક્ષક તરીકે ફરજ બજાવતા આરબ અબ્બાને તાલીમ શિક્ષક ગણી પગાર ભથ્થા તફાવતની રકમ ૩૦ દિવસના ચુકવવા જે તે સમયે ડીસ્ટ્રીકટ કોર્ટે હુકમ કર્યો હતો. હુકમની અમલ વારી થાય તે માટે આરબ અબ્બાના વાસરદારોએ એડવોકેટ પી.ડી. ગઢવી મારફત કોર્ટમાં અરજી દાખલ કરી હતી બાદ કોર્ટે મળવા પાત્ર પગાર ભથ્થા ચુકવવા હુકમ કર્યો હતો પરંતુ જીલ્લા પ્રા. શિક્ષણાધિકારી કે.એન. પટેલે હુકમનું પાલન કર્યુ ન હતું બાદ તેમને રુબરુ કોર્ટમાં હાજર રહેવા કહ્યું હતું પરંતુ કોર્ટમાં પણ હાજર થયા ન હતા. આરબ અબ્બાના વારસદારોએ પી.ડી. ગઢવી મારફત વોરંટ કાઢવા રજુઆત કરી હતી. તેના પગલે પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજે કે.એન. પટેલ સામે ધરપકડ વોરંટ કાઠયું છે. અને તા.૧ એપ્રીલ સુધીમાં કોર્ટમાં રજુ કરવા હુકમ કર્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.