મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સોલાર સિસ્ટમનું કર્યુ લોકાર્પણ વાર્ષિક 87040 યુનિટ ગ્રીન ઉર્જાનું ઉત્પાદન થશે
રાજ્યમાં સૈા પ્રથમ જિલ્લા પંચાયતો પૈકી જૂનાગઢ જિલ્લા પંચાયત સોલાર સીસ્ટમથી વિજળી મેળવતી જિલ્લા પંચાયતનું બહુમાન પ્રાપ્ત કર્યુ છે. ગ્રામ વીકાસ અને પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, જિલ્લા સહકારી બેન્કના ચેરમેન કીરીટભાઇ પટેલની ઉપસ્થીતીમા 68 કિલોવોટની સોલાર સીસ્ટમનું જિલ્લા પંચાયત કચેરી જૂનાગઢ ખાતે લોકાર્પણ કર્યુ હતુ.
15 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂા. 18 લાખનાં ખર્ચે 68 કીલોવોટની સોલાર સીસ્ટમ જે.જે.પીવી. સોલાર સીસ્ટમ શાપર દ્વારા કાર્યાન્વીત કરવામાં આવી છે. સોલાર સીસ્ટમથી દરરોજ 272 યુનિટ અને વર્ષે સુર્ય પ્રકાશનાં 320 દિવસો ગણતા 87040 યુનિટનું ગ્રીન વિજ ઉત્પાદન થશે. જેનાથી વર્ષે 2091 ટન કાર્બન ઉત્સર્જન થતુ અટકાવી શકાશે. જે 3346 નવા વૃક્ષ વાવવા બરોબર છે.
તેમ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખે મંત્રીને સોલાર સીસ્ટમ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુઆ સોલાર સીસ્ટમથી જિલ્લા પંચાયતને દર વર્ષે રૂા. છ લાખથી વધુ વિજ બીલની બચત થશે. જૂનાગઢ જિલ્લા પંચાયતની આ પહેલને મંત્રી મેરજાએ બીરદાવી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શાંતાબેન દિનેશભાઇ ખટારીયા, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ અને સમગ્ર ટીમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા સહકારી બેન્કના ચેરમેન કીરીટભાઇ પટેલ, દિનેશભાઇ ખટારીયા, જિલ્લા ગ્રામ વિકાસ યોજનાનાં નિયામક જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અંગત મંડોત, જે.જે. સોલાર સીસ્ટમનાં ડાયરેકટર રાજેશ જોષી સહિત અધીકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.