ભજન કેન્દ્ર, બાળ સંસ્કાર કેન્દ્ર, ચિકિત્સા કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર, રક્ષાબંધન પર્વ, ચિકિત્સા શિબિર, ગણપતિ ઉત્સવ, ગણપતિ મૂર્તિ વિતરણ, વ્યસનમુક્તિ કાર્યક્રમ, વનગ્રામ નિવાસ, નગરયાત્રા થકી સંસ્કૃતિની રક્ષા સાથે સમરસ સમાજ નિર્માણમાં વનવાસી કલ્યાણ પરિષદની અવ્વલ ભુમીકા

ઝાલોદ તાલુકાનાં ડગેરીયા અને પ્રથમપુર ગામોમાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં ૨૭ ગામોનાં લોકોએ સારવાર ચિકીત્સાનો લાભ લીધો

જૂનાગઢ  ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ પરિવાર દ્વારા પરિષદની વિવિધ પ્રવૃત્તિઓ સહભાગી થઇ સૈા કાર્યકર્તાઓ સાથે મળીને અનેક સેવા યજ્ઞો ઉજવતા હોય છે. જેમાં ભજન કેન્દ્ર, બાળ સંસ્કાર કેન્દ્ર, ચિકિત્સા કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર, રક્ષાબંધન પર્વ, ચિકિત્સા શિબિર, ગણપતિ ઉત્સવ, ગણપતિ મૂર્તિ વિતરણ, વ્યસનમુક્તિ કાર્યક્રમ, વનગ્રામ નિવાસ, નગરયાત્રા વગેરે કાર્યક્રમો અંગે સંગઠનમંત્રી ચંદ્રકાંતભાઇ રાવલાણી વનવાસી કલ્યાણ પરીષદની પ્રવૃતિ અંગે જાણકારી આપી બહ્યુ હતુ કે ધર્મ અને રાષ્ટ્ર અને સંસ્કૃતિની રક્ષા માટે સૌને સજાગ બની સહયોગી બની આજે નારીશક્તિ પણ સમાજોત્કર્ષમાં સહભાગી બની રહી છે.

વનવાસી કલ્યાણ પરિષદ ગુજરાત રાજ્યના જૂનાગઢ એકમ દ્વારા ફીજીશ્યન ડો.મુકેશપાન સુરીયાની અધ્યક્ષતમાં બાળરોગ નિષ્ણાંત ડો. ભરત વોરા, સ્ત્રી રોગ નીષ્ણાંત પિયુષ વડાલીયા, ઓર્થોપેડીક સર્જન ડો. નિકુંજ ઠુમર, ફીજીશ્યન ડો. મહેન્દ્ર તારપરાની ટીમ દાહોદ તાલુકાનાં ઝાલોદ તાલુકાનાં અંતરીયાળ એવા લીમડી ગામ સમીપના મીરાખેડી ગ્રામ પંચાયત તાબાના ડગેરીયા ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રથમ દિવસે અને બીજા દિવસે પ્રથમપુર ગામે ચિકિત્સા શિબિર આયોજિત કરવામાં આવી હતી. ડગેરીયા ખાતે આયોજિત ચિકિત્સા શિબિરને ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાકેશભાઈ રૂપસિંહભાઇ દેવધા જ્યારે પ્રથમપુર ગામે ગામના સરપંચ શ્રીમતી હીરાબેન હઠીલાએ ચિકીત્સા શિબીરને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મૂકી હતી. ઝાલોદ તાલુકાનાં ડગેરીયા અને પ્રથમપુર ગામોમાં યોજાયેલ મેડીકલ કેમ્પમાં ૨૭ ગામોનાં ૫૦૦ થી વધુ લોકોએ સારવાર ચિકિત્સા નો લાભ લીધો હતો

કાર્યક્રમને સફળ બનાવવા માટે વનવાસી કલ્યાણ પરિષદ ના ગુજરાત એકમના સંગઠનમંત્રીશ્રી ચંદ્રકાંતભાઈ રાવરાણી ના માર્ગદર્શન તળે લીંબડી નગર સંયોજક શ્રી મુકેશભાઈ સોની, વનવાસી કલ્યાણ પરિષદ દાહોદનાં પ્રમુખશ્રી માનસિંગભાઈ ભાભોર, સુમનભાઈ નીસરત તથા આબજીભાઈ નીનામા તેમજ પુંજાભાઈ મેડા (આરોગ્ય કાર્યકર્તા) તથા અનિલભાઈ ભુરીયા અને નારૂભાઇ ભાભોરે જહેમત ઉઠાવી હતી. આ તકે કવાટના  ઈશ્વરભાઈ રાઠવા, મીરાખેડી ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી મેડા કાળુભાઈએ કાર્યકરોને સહયોગ પૂરો પાડયો હતો

જુનાગઢ વનવાસી કલ્યાણ પરિષદની ટીમ જ્યારે લીંબડી ખાતે આવેલી હેડગેવાર વનવાસી કુમાર છાત્રાલય ખાતે આવી પહોંચી ત્યારે આ છાત્રાલયના પ્રિન્સિપાલ શ્રી સુમનભાઈ નીશરત અને મુકેશભાઈ સોનીએ કાર્યકર્તાઓને આવકાર્યા હતા. મેડીકલ કેમ્પમાં જતા માર્ગમાં ચોસલા ગામ નજીક પ્રસિધ્ધ કેદારેશ્વર મહાદેવનાં દર્શને જૂનાગઢ ચિકીત્સા ટીમ મીરાખેડી તાબાનાં ડગેરીયા ગામે પહોંચી હતી.સાંજે શિબીર સંપન્ન થયા બાદ પહેલા લીમડી હેડગેવાર છાત્રાવાસ ખાતે આયોજીત રાત્રી સભામાં પરિચય દરમિયાન લીમડી નગર દાહોદ નગર અને દાહોદ જિલ્લા એકમના વનવાસીકલ્યાણ પરિષદના કાર્યકર્તાઓ સાથે જુનાગઢ વનવાસી કલ્યાણ પરિષદ એકમના કાર્યકર્તાઓનો પરિચય થયો હતો

દ્વિતીય દિવસે મંગળ પ્રભાતે વનવાસી કલ્યાણ પરિષદ જુનાગઢ એકમ ની ચિકિત્સા ટીમ અંતરિયાળ વિસ્તારના પ્રથમપુર ગામે વનવાસી બાંધવોની આરોગ્ય ખેવના કરવા માટે જતા પુર્વે જૂનાગઢ ચિકીત્સા ટીમનાં સૈા કાર્યકર્તા  છાત્રાવાસ ના અનિલ ભુરીયા માનસંગભાઈ અને ઈશ્વરભાઈ રાઠવા સંગાથે લીમડી નગરના સંયોજક શ્રી મહેશભાઈ અને મુકેશભાઈ સોની બાંધવોનાં ઘરે આતિથ્યભાવ માણીને પ્રથમપુર ગામે પહોંતા ત્યાં વાલાભાઈ ડીંડોર આરોગ્ય રક્ષક, શ્રી બચુભાઈ હઠીલા, મણીબેન હઠીલા મહિલા સમિતિના અધ્યક્ષા, ખુમાનસિંહ, ગામના સરપંચ શ્રીમતી હીરાબેન હઠીલા, ગામના વયોવૃદ્ધ કાર્યકર્તા શ્રી રમેશભાઈએ જુનાગઢ ચિકિત્સા શિબીર કાર્યકર્તાઓને આવકાર્યા હતા પ્રથમપુર ગામે સવારે ૮ વાગ્યાથી પ્રારંભ થયેલ ચિકિત્સા શિબિર બપોરના બે વાગ્યા સુધી સતત અવિરત રીતે આરોગ્ય ચિકિત્સકો દ્વારા પંઢરપુર અને આસપાસના ગામડાઓના દર્દીઓની સેવા સુવિધા માટે કાર્યરત રહેલ ચિકીત્સા શિબીરનાં દર્દઓને તમામ દવા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવતી જરૂર જણાય ત્યાં કાર્ડિયોગ્રામ પેશાબ-રક્તની પરીક્ષણ પણ કરવામાં આવ્યા હતા.

આ ચિકીત્સા શિબીરમાં તબીબ ટીમને સહયોગી બનવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નટુભાઇ ટીલાળા, બિલ્ડર જેન્દ્રભાઇ મેઠીયા, ભરતભાઇ પાનસુરીયા, એડવોકેટ હર્ષદભાઇ રાંક, પ્રાધ્યાપક હરેશ કાવાણી, રામજીભાઇ રાબડીયા, માહિતી વિભાગનાં અશ્વિન પટેલ, અગ્રણીશ્રી રોહીતભાઇ લાખાણી, રમેશભાઇ ભીમાણી, ભૈામિક રૂપારેલ, સમીર ભુવા, મિલન માલવીયા, શ્યામ લાખાણી, ગીરીશભાઇ પોશીયા, અશ્વિન પોશીયા, દેવાભાઇ દેવાણી અને સંજય ચાંદ્રવાડીયા કાર્યકર્તાઓ જોડાયા હતા. આ તકે ઝાલોદ તાલુકામાં વનવાસી કલ્યાણ પરિષદનાં કાર્યકર્તાઓને બહેનોએ રક્ષાબંધન દ્વારા આવકાર્યા હતા. શ્રાવણ માસ દરમ્યાન વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત વનપ્રદેશનાં વનબાંધવોને વ્યસનમુક્તિ અને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશો પ્રસરાવતી પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.