છેલ્લા 24 કલાક થી વધારે સમયથી માંગરોળ સહિત દરીયાકાઠા વિસ્તારમાં અધિકારીઓના ધામા: 40 હજાર ફૂડ બનાવવાની કામગીરી પુર્ણ 36 હજારથી વધુ લોકોનું સ્થીળાતંર
હાલ હવામાન વિભાગ દ્વારા વાયુ વાવાઝોડું દિશા બદલી રહ્યુ હોય તેવી જાહેરાત કરતા લોકોમાં ભયનો માહોલ આછો થવા પામ્યો છે જોકે હજુ આગામી તારીખ પંદર મી જૂન સુધી સાવચેતી રાખવા સુચનો કર્યો છે જોકે વહીવટી તંત્ર હજુ એલર્ટે મોડ પર છે વાવાઝોડું દિશા ચોક્કસ બદલી રહ્યુ છે અને ઓમાન તરફ ફંટાયુ છે જોકે હાલમાં પણ દરીયાકાઠા ના વિસ્તારમાં સાવચેતી રાખવા હવામાન વિભાગની અલગ અલગ એજન્સી દ્વારા સુચનો કરવામા આવ્યા છે
ગયકાલ સુધી સંભવિત વાવોઝોડા સંદર્ભે જૂનાગઢ જિલ્લામાં નુકસાન ન થાય અને આ આફતને નિવારી શકાય તે માટે જિલ્લા તંત્ર દ્રારા તકેદારીના તમામ પગલા લેવામાં આવ્યાલ છે. જિલ્લા કલેકટર ડો.સૈારભ પારઘી,જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રવીણ ચૈાધરી, એસપી શ્રી સૈારભ સીંઘ, પ્રાંત અધિકારી શ્રી રેખાબા સરવૈયા ,જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી રાઠોડ, નાયબ માહિતી નિયામકશ્રી રાજુભાઈ જાની માંગરોળ તાલુકાના માંગરોળ બંદર,શીલ બંદર, મુકતુપુર, દિવાસા, સઅતિના દરિયાકાંઠાના ગામોની મુલાકાત લીધી હતી. ગ્રામજનોને મળી સ્થલળાતંર કરવા અંગે સૂચના આપી હતી. અત્યાાર સુધીમાં રાત્રે 8 વાગ્યા સુધી સરકારી આકડા મુજબ નો રિપોર્ટ મુજબ જૂનાગઢ જિલ્લામાં સ્થાનાંતર કુલ 32 હજાર લોકોનું થયું સાંજે પણ યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
વિગતવાર આકડા મુજબ માંગરોળ તાલુકામાં 25,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. કલેકટરશ્રી સહિતના અધિકારીઓએ બંદર વિસ્તાર માં રોડ પર કાચા મકાનોમાં રહેતા લોકોના ઘરે રૂબરૂ જઈ તેમને વાવાઝોડા અંગે જાણકારી આપી સ્થતળાંતરની કામગીરીમાં સહયોગ આપવા અને જયા સ્થોળાંતર થશે તે પાકા મકાનોમાં ફૂડપેકેટ અને અન્યા સુવીધાઓ છે તેમ જણાવ્યુાં હતુ. ગામડાઓના સરપંચ અને આગેવાનોએ દરેક ગામની સ્થ તિ, પરુ તેમજ માનવ વસતિ તેમજ કાચા પાકા મકાનો અંગેની માહિતી આપ જરૂરી મદદ અંગે અધિકારીઓ સાથે પરામર્શ કરી હતી. રાજય સરકાર દ્રારા સંભવિત વાવાઝોડા સામે ગામોમાં બંદર વિસ્તારના રહિશોને સલામતી માટે યુદ્ધના ધોરણે થતી સંવેદનાપૂર્ણ કામગીરી અંગે સંતોષ વ્યસકત કર્યો હતો.
જિલ્લામાં જો જરૂર પડ તો વિવિધ સંસ્થાીઓ જેવી ગોરખનાથ આશ્રમ ભવનાથ,ગાયત્રી શકિત પીઠ, ભારતી આશ્રમ,રોટરી કલબ,ખેડૂત હિત રક્ષક સમિતિ, મજદૂર સંધ,સ્વાગમી નારાયણ મંદિર જવાહર રોડ,મધુર સોશ્યલ ગ્રપ, સ્વાખમીજી કમંડળ કુંડ મંદિર સહિતની સંસ્થાઓ દ્રારા 40 હજાર ફુડ પેકેટ તૈયાર કરવામાં આવી રહયા છે. વધુમાં પ્રવાસન અને મત્યોકાલિધોગ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ કલેકટર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી રાહત બચાવની સંભવિત કામગીરી,પૂર્ણ તકેદારી તેમજ લેવાનાર પગલા અંગે માર્ગદર્શન આપ્યું હતુ.