જૂનાગઢની સેવા ભાવિ સંસ્થા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જંગલ વિસ્તારમાં યોગ્ય છત ના હોવાથી, વરસાદમાં પલળતા જરૂરીયાતમંદ પરિવારોને વરસાદી માહોલ વચ્ચે પ્લાસ્ટિક તાલપત્રીથી ઝૂંપડા, મકાન વોટર પ્રૂફ બનાવી સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ના મુખ્ય ટ્રસ્ટી આશિષભાઈ એમ. રાવલના જણાવ્યા મુજબ જૂનાગઢના અંતરિયાળ જંગલ વિસ્તાર એવા નવા ભવનાથ ખાતે યોગ્ય છત ના હોવાથી પાણીમાં પલળતા ૪૮ ઝૂંપડાંવંશીઓના ઝુંપડા પ્લાસ્ટિક પ્રુફ કરી આપવામાં આવ્યા હતા. જે માટે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સુમિતભાઈ વ્યાસ, પાર્થભાઇ ત્રિવેદી, નવાઝભાઈ શેખ, હર્ષદભાઈ જાની તથા ધવલભાઈ વ્યાસ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
આ સેવા યજ્ઞમાં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ની ટિમને જૂનાગઢ શહેર ભાજપા મહામંત્રી પુનિતભાઈ શર્મા, જૂનાગઢ ડી.વાય એસ.પી. પી.જી.જાડેજા, ભવનાથ પી.એસ.આઇ. વાઝા, બ્રહ્મ અગ્રણી મુકેશભાઈ મહેતા, યોગેશભાઈ પુરોહિતે સંપૂર્ણ સાથ સહકાર આપી, પ્રોત્સાહિત કરી અને આ પ્રકારના સેવાકીય કાર્યો બિરદાવ્યા હતા.