અમે આપણે જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ પણ ઉના ના ગ્રામ્ય પંથક માં આવીજ ઘટના પ્રકાશ માં આવી હતી. ભૂતકાળમાં અનેક વખત આવા કિસા સામે આવ્યા છે કે શિકારની પાછળ લગાવેલી દોટ દીપડાઓની અંતિમ દોટ બની જવા પામે છે.
ક્યારેક ક્યારેક શિકાર ની પાછળ આંધળી ડોટ લગાવતો શિકારી ખુદ શિકાર થઈ જાય છે આવુજ કૈક બન્યું છે ગીર સોમનાથ ના ટીમડી ગામે, જી હા ટિમડી ગામે મોર ની પાછળ છલાંગ લગાવવી દીપડા ને પડી ભારે…
આ વાત છે ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકા ના ટિમડી ગામ ના વાડી વિસ્તારની ગત મોડી રાત્રે ટિમડી ગામ નજીક માં આવેલા વાડી વિસ્તાર માં ખુમખર દીપડા અંદાજે રાત્રી ના 4 કલાકે ટ્રાંસફોર્મર પર રાત વિતાવી રહેલા મોર ની શિકાર કરવા દોડ્યો અને 10 ફૂટ ઊંચી છલાંગ લગાવી હતી
દીપડા ની છલાંગ જોય મોર તો ઉડી ગયો પરંતુ દીપડો ટ્રાંસફોર્મર માં ફસાતા જોરદાર અવાજ થયો અને દીપડા ના સેકન્ડો માજ રામ રમી ગયા
શું કહ્યું ફરજ પરના જંગલખાતાના અધિકારી એ. ડી. ખુમાર (આર એફ ઓ સુત્રાપાડા )…
- દીપડો ટ્રાંસફોર્મર માં વીજ કરન્ટ થી મોત થયા ની જાણ વન વિભાગ અને પીજીવીસીએલ ને થતા બંને ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓ વહેલી સવારે ઘટના સ્થળે પહોંચ્યા હતા..
- વન વિભાગ ની રેસ્ક્યુ ટિમ દ્વારા દીપડા ના મૃતદેહ ને ટ્રાંસફોર્મર થી ઉતારી પીએમ માં ખસેડાયો છે
- સુત્રાપાડા આરએફ ઓ ના કહેવા મુજબ પક્ષી ના શિકાર ની ફિરાત માં ગત રાત્રે દીપડા એ છલાંગ લગાવી હતી જે 10 ફૂટ થી પણ વધારે છલાંગ લગાવી હતી અને દીપડો ટ્રાંસફોર્મર માં અડકતા જ તેનું મોત થયું છે