જૂનાગઢ શહેરનાં બિલખા રોડ પર આવેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અન્ય શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શન પુરૂ પાડે તેવી કામગીરી કરી રહ્યુ છે. અહીં પ્રાચાર્ય ડો. કનુભાઇ કરકરની સીધી જહેમતથી કેમ્પસ પરીસરમાં જૈવીક ખેત પધ્ધતી એટલે કે સુભાષ પાલેકર પ્રેરીત ખેત પ્રયોગોને અનેસરીને તાલીમ ભવનમાં ઓર્ગેનીક શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવે છે.
તાજેતરમાં સાયક્લોનની અસર તળે કેમ્પસમાં વૃક્ષો મુળથી વિખુટા પડી જમીનદોસ્ત થયા હતા. સામાન્ય રીતે આવા વૃક્ષોને ખેડુત કાપીને દુર કરતા હોય છે પણ કનુભાઇ કરકરે આવા વૃક્ષોને ફરીથી બેઠા કરી માવજત આપી પુર્નજીવીત કર્યા એટલુ જ નહીં વિસાવદરનાં અનેક ગામડામા; ખેડુતોનાં ખેતરોમાં અંગત રસ લઇ પ્રવાસ કરી બાગાયતી વૃક્ષોને ફરથી બેઠા કરવા માર્ગદર્શન આપ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે કનુભાઇ કરકરના અમરેલી ખાતેના નિવાસને આદર્શઘર તરીકે પ્રમાણપત્ર મળેલ છે.
જુનાગઢ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વિઘાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષક બનવાના લેશન કરાવી કૌશલ્યતા પ્રાપ્ત થયે પદવી ધારક બનાવે એટલું જ નહીં અહીં અભ્યાસ કરતા છાત્રોને આપણી પારંપારીક રહેણીકરણી અને ગાય આધારીત ખેત પઘ્ધતિ અનુસરી આપણી સંસ્કૃતિના સંવર્ધનમાં કેમ ઉપયોગી બની રહેવાય તેનું પ્રત્યક્ષ જ્ઞાન મળી રહે તે હેતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પરિરસને પ્રાકૃતિક ખેત પઘ્ધતિનું નાનકડુ નિદર્શન
અહીં અમોએ વેસ્ટમાંથી બેસ્ટનો મંત્ર અપનાવી ખર્ચ રહી કેમ સારી માળખાકીય વ્યવસ્થાઓને ઉભી કરી શકાય તે દિશામાં કાર્ય કર્યુ છે. કેમ્પસમાં છાત્રો માટે યોગ શિબિ કક્ષ હોય કે વાંચનાલય હોય કે પછી ઇન્ડોર રમત ગમત હોય આ બધુ પ્રકૃતિનાં નીર્મિત કક્ષોથી સંપન્ન થાય છે. અહીં કોઇ વસ્તુ નકામી નથી. પ્રત્યેક ચીજ ઉપયોગી કેમ બને તેનો વિચાર કરી છાત્રો માટે સહ શૈક્ષણક સવલતો અને પ્રકૃતિનું સંવધન થાય તે રીતે અમો અમલ કરી રહ્યા છીએ તેમ કરકરે જણાવ્યું હતું.
કેમ્પમાં 370 જેટલા મહુડાના વૃક્ષોનું વાવેતર કરીને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. મહુડાનું વાવેતર એટલા માટે કરવામાં આવ્યું છે કે ડાંગના વનાચ્છાદિત શબરીધામની અહીં સ્મૃતિમાં શબરીવન નિર્માણ કરવા તે સ્થળની આગવી ઓળખ ગીરનાર વન પ્રદેશની શોભા વધરાવા વિનમિત બની છે.
પ્રાકૃતિક ખેત પઘ્ધતિથીને તાલીમ ભવન સાથે સંકળાયેલ છાત્રો જીવનમંત્ર બનાવી આવનાર જે ગામમાં શિક્ષક તરીકે રજ નિયુકત થશે તે ગામને એક કુશળતજજ્ઞ મળશે તે રીતે સૌરાષ્ટ્ર અને ગુજરાતને પુન: સાંસ્કૃતિક ઉજાગર કરતું પગદર્શક રાજય બનાવવાની સાથે ગામડાનો પ્રત્યેક પ્રત્યેક પ્રાકૃતિક ખેત પઘ્ધતિ અપનાવી સમાજને નિરામથી બનાવવા અહીંનો છાત્રનિમિત બને એ અમારી હૈયાની હામ છે.
ગાય આધારીત ખેતી હોવાથી ગાયની પણ સેવા થાય છે ઓછા પાણી દ્વારા ઉત્પાદન થાય છે આ પઘ્ધતિમાં જીવામૃત આપવાથી મોટા પ્રમાણમાં અળસિયા પેદા થાય છે અને તે અળસિયા ખેતરની જમીન પોચી હોય ત્યાં સુધી એટલે કે 1-15 ફુટ સુધી જમીનમાં છિદ્રો પાડે છે અને બીજા છિદ્રો દ્વારા બહાર આવે છે. આ અળસિયા જમીનને ઉપજાવ બનાવવા માટે તો કામ કરે જ છે પરંતુ 6 ઇંચ વરસાદ પડે તો પણ સંખ્યા બંધ ખેતરોમાં છિદ્રો હોવાથી વરસાદનું બધું જ પાણી જમીનમાં ઉતારી જાય છે. તેથી આ પઘ્ધતિમાં જળસંચયનું પણ બહુ મોટું કામ થાય છે. વિલાયતિ ખાતર અને દવા વગર ઉત્પાદન લેવા માટેના પ્રયાસો થતા પણ ત્યારે તેમાં સફળતા મળતી નહોતી પરંતુ આજે ગાય આધારીત જીવામૃત બન્યું તે જીવામૃત દ્વારા પ્રાકૃતિક ખેતીને ખુબ જ બળ મળ્યું છે.