જુનાગઢ ખાતે આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરે નવરાત્રીના નોરતાએ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મોટી સંખ્યામાં માય ભક્તો વાઘેશ્વરી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા.વાઘેશ્વરી મંદિરના ટ્રસ્ટી વિજય કિકાણીએ જણાવ્યું કે આ વર્ષે નવરાત્રીમાં માતાજીનો હવાન યોજવામાં આવશે.
આ અંગે વિગતે વાત કરીએ તો, ગિરનાર રોડ પર આવેલ 700 વર્ષ પ્રાચીન વાઘેશ્વરી માતાજીના મંદિરે આજે આસો નવરાત્રીના પ્રથમ નોરતાએ વહેલી સવારે મંગળા આરતી બાદ આઠ વાગ્યે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં માય ભક્તો વાઘેશ્વરી મંદિર ખાતે ઉંટી પડ્યા હતા. જે અંગે વાત ચિત કરતા વાઘેશ્વરી મંદિરના ટ્રસ્ટી વિજય કિકાણીએ જણાવ્યું કે આ વર્ષે નવરાત્રીમાં એક નોરતા નો વધારો હોય ત્યારે તારીખ 11 ના રોજ માતાજીનો હવાન યોજાશે વાઘેશ્વરી માતાજી મંદિર વહેલી સવારથી રાત્રિના દસ વાગ્યા સુધી લોકોને દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે જેમાં બપોરના બે કલાક માતાજીનું મંદિર બંધ રહેશે આજે પ્રથમ નહોતા એ માય ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પ્રાચીન વાઘેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે અને માતાજીના આશીર્વાદ બની રહે છે વિશ્વનું કલ્યાણ થાય અને દેશની પ્રગતિ થાય લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેને લઈને પણ આજે વાઘેશ્વરી મંદિર ખાતે માઇ ભક્તોએ પ્રાર્થના કરી હતી
ચિરાગ રાજ્યગુર