- જુનાગઢ કોર્પોરેશન દ્વારા કાલે આંતર રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણીનું આયોજન કરાયું છે.
ચોખ્ખા અને બંધીયાર પાણીમાં પેદા થતો એડીસ પ્રકારના ચેપી માદા મચ્છર દ્રારા તંદુરસ્ત વ્યક્તિને દિવસે કરડવાથી ડેન્ગ્યુ રોગ ફેલાય છે. ચોમાસા ઋતુમાં વરસાદી પાણીના નાના મોટા પાત્રો મા ભરાવાથી એડીસ પ્રકારના મચ્છર પેદા થાય છે. જે નાના મોટા પાત્રોમા પાણીનો નિકાલ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી. આવી રીતે રોગથી સ્વયંભુ બચી શકાય છે.
જુનાગઢ મહાનગરપાલિકામાં વર્ષ 2021 કરતાં વર્ષ 2022માં ડેન્ગ્યુંમાં 60% ઘટાડો હાંસલ કરેલ છે. તેમજ વર્ષ 2022 કરતાં વર્ષ 2023 માં ડેન્ગ્યુંમાં 66% ઘટાડો હાંસલ કરેલ છે. જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલુ વર્ષમાં એપ્રિલ-2024 માં ડેન્ગ્યું કેસ-0 નોંધાયેલ છે.
ગટઇઉઈઙ પ્રોગામ અંતર્ગત જાહેર કરેલ દર વર્ષની જેમ 16મી, મે, 2024ના રોજ રાષ્ટ્રિય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં દર વર્ષે જેમ એક થીમ ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ પર નિયંત્રણ્ મેળવીએ ઉજવણી કરવામાં આવે છે. જેનો હેતુ ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગોના અસરકારક નિયંત્રણ/નાબુદી માટે વિવિધ આઈ.ઈ.સી. માધ્યમથી જનજાગૃતિ કેળવવા જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાની હોય છે. તેમજ 16મી, મે, 2024ના રોજ રાષ્ટ્રિય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવણીમાં ફિલ્ડ કામગીરીની વિગતમાં જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આશા અને અન્ય આરોગ્ય કર્મચારી ની 60 ટીમ દ્રારા દરેક અર્બન હેલ્થ સેન્ટ્રોમાં હાઉસ ટુ હાઉસ રૂબરૂ ઘરોની ફિલ્ડ મુલાકાત કરી સર્વેલન્સ, પોરાનાશક, આરોગ્ય શિક્ષણ કામગીરી માં બેનર અને પોસ્ટર લગાવવા, પત્રીકા વિતરણ અન્ય આરોગ્ય શિક્ષણની કામગીરીની ઝુંબેશ તા.10-05-2024 થી તા.25-05-2024 સુધી હાથ ધરવામાં આવશે.
વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારના ઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળે કે જ્યારે પ્રજાજનો સહકાર આપે. લોકોની સુખાકારી એ સરકારની જવાબદારી છે, પરંતુ સહકાર મળવો એ અનિવાર્ય છે. એમ ડો. ચંદ્રેશ વ્યાસ, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા જુનાગઢની યાદી જણાવે છે.