જૂનાગઢના વન વિભાગ દ્વારા બે દીપડાને રેવન્યુ વિસ્તારમાંથી પાંજરે કેદ કરાયા છે, જે પૈકી એક દીપડાનું માંદગીના કારણે મૃત્યુ થયું છે જ્યારે અન્ય એક દીપડીનું દેવળિયા પાર્ક ખાતે વૃદ્ધાવસ્થાના કારણે મરણ થતાં એક દીપડો અને એક દીપડીના મોત અંગે વન વિભાગ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરાય હોવાનું વન વિભાગ જણાવી રહ્યું છે.
દીપડાનું માંદગીના કારણે તથા, દીપડીનું વૃધ્ધાવસ્થાના કારણે મૃત્યુ થતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ
જૂનાગઢ વન વિભાગમાં આવતા માળીયા રેન્જમાં ચોરવાડ રાઉન્ડમાં આવેલ ગડુ નજીકના વાડી વિસ્તારમાં એમ.જી પારેખના ની ઓરડીમાં એક દીપડો પુરાઈ ગયો હોવાની જાણ થતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી જે દરમિયાન વનવિભાગની ટિમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને આ દીપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો જોકે આ દીપડાને પાંજરે પુરી એનીમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારેઆ પાંચથી નવ વર્ષના નર દીપડાનું માંદગીના કારણે મૃત્યુ નિપજયું હતું.
જ્યારે દેવળીયા પાર્કમાં એક 12 થી 13 વર્ષની વૃદ્ધ દીપડી નું મોત થયાનું વનવિભાગ દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવેલ છે. આ દીપડીને જૂનાગઢના જામવાળા રેન્જમાંથી માનવ ઉપર હુમલો કરવાના કારણે ગત તા. 25-5-21 ના રોજ દેવળીયા પાર્કમાં લઈ આવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથોસાથે વન વિભાગે છેલ્લા કેટલાક દિવસથી સમઢીયાળા વિસ્તારમાં આંતક મચાવી મહેશભાઇ બાબુભાઇ રાઠોડ ઉપર હુમલો કરનાર દીપડાને પકડવા પાંજરૂ મૂક્યું હતું. તે દરમિયાન ગઈકાલે મનસુખભાઈ ભાદરકાની વાડી માંથી એક દીપડો પાંજરે પુરાતા વનવિભાગ દ્વારા આ દીપડાને રેસ્ક્યુ કરી એનીમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો.