- રાજુ, સંજય, દેવ, જયેશ સોલંકી અને યોગેશ બગડાના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર
કોંગ્રેસના દલિત નેતા રાજેશ ઉર્ફે રાજુ સોલંકીએ તેમના પુત્ર પર કથિત હુમલાના કેસમાં ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતા જાડેજા અને તેમના પતિ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઈસ્લામ ધર્મ અંગીકાર કરવાની ધમકી આપી હતી. હવે આ ધમકીના ત્રણ અઠવાડિયા પછી, રાજેશ અને તેના પરિવારના ચાર સભ્યો સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (ગુજસીટોક) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજેશ અને તેના પરિવારના ચાર સભ્યો પર 2014 થી કથિત રીતે ક્રાઈમ ગેંગ ચલાવવાનો આરોપ છે.
ગોંડલના ધારાસભ્યના પુત્ર સામે અપહરણ, ખૂની હુમલા સહિતની ફરિયાદ કરનાર યુવક અને તેના પિતા રાજુ સોલંકી સહિત પાંચ શખ્સોને આજે પોલીસે રાજકોટની ખાસ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા ખાસ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસ દ્વારા જણાવાયું છે કે રાજુ સોલંકી તથા તેના પુત્ર અને ભાણીયાએ ગુનાહિત પ્રવૃતિથી મેળવેલી મિલ્કતો અંગેની તપાસ થશે તેમજ આ ટોળકીના જે લોકો ભોગ બન્યા છે અને ડરના કારણે ફરિયાદ કરી નથી
તેવા લોકોનો પોલીસ સંપર્ક કરી તેની વિગતો ગુપ્ત રાખી પૂછપરછ કરશે. આમ, પોલીસ દ્વારા આ ટોળકી સામે ધીમે-ધીમે ગાળીયો મજબુત કરવામાં આવી રહ્યો છે.
જૂનાગઢના દાતાર રોડ પર રહેતા સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકીએ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના 10 શખ્સો સામે અપહરણ તથા ખૂની હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં ગણેશ જાડેજા સહિતનાઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. બે માસમાં તપાસ પૂર્ણ કરી આ અંગેનું ચાર્જસીટ કોર્ટમાં રજુ કર્યું હતું. બાદમાં ફરિયાદી સંજય ઉર્ફે ચંદુ સોલંકી, તેના પિતા રાજુ બાવજી સોલંકી, ભાઈ દેવ રાજુ સોલંકી, કાકા જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી અને યોગેશ કાળા બગડા સામે ભૂતકાળમાં દાખલ થયેલા ગુનાઓના આધારે ગઈકાલે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી રાજુ સોલંકી, સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી, દેવ રાજુ સોલંકી અને યોગેશ કાળા બગડાની ધરપકડ કરી હતી.
આ અંગે માંગરોળ ડીવાયએસપીએ વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી હત્યાના પ્રયાસના ગુનામાં જેલમાં હોવાથી આજે રાજુ સોલંકી, તેના બંને પુત્રો તથા ભાણેજને રાજકોટની ખાસ ગુજસીટોક કોર્ટમાં પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. બચાવ પક્ષના વકીલે કોર્ટમાં દલીલ કરતા જણાવ્યું હતું કે, પોલીસે જે ગુનાઓ દર્શાવી ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે તે ગુનાઓ ર019ના વર્ષની પહેલાના છે. અમુક ગુના પેન્ડીંગ છે, અમુકમાં નિર્દોષ જાહેર થયા છે, પોલીસે અગાઉ કેમ આ કાર્યવાહી ન કરી ? રાજુ સોલંકીએ સરકાર સામે આંદોલન કરવાની તૈયારી દર્શાવતા પોલીસે તપાસ અવળી દિશામાં લઈ જવા આ ગુનો દાખલ કર્યાની રજુઆત કરી હતી. ત્યારે પોલીસ તરફના વકીલે રાજુ સોલંકી, તેના પુત્રો સહિતનાઓ ગુનાહીત પ્રવૃત્તિથી કેટલી મિલ્કત વસાવી છે ? તેમજ આ ટોળકીનો ભોગ બનનાર અને ડરના લીધે અત્યાર સુધી ફરિયાદ કરનાર લોકો અંગેની પૂછપરછ કરવા માટે રિમાન્ડની માંગણી કરી હતી.
કોર્ટે બંને પક્ષની દલીલ બાદ રાજુ સોલંકી, તેના બંને પુત્ર સંજય અને દેવ તેમજ ભાણેજ યોગેશ બગડાના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ અંગે તપાસનીશ અધિકારી માંગરોળ ડીવાયએસપી ડી.વી. કોડીયાતરે જણાવ્યું હતું કે, જયેશ ઉર્ફે જવો હત્યાના પ્રયાસના ગુનામાં હાલ જેલમાં છે. આ સિવાયના ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. જયેશ ઉર્ફે જવા સોલંકીનો જેલમાંથી કબ્જો મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ટોળકીએ ગુનાઈત પ્રવૃત્તિથી મેળવેલી મિલ્કતોની તપાસ થશે તેમજ જે લોકો ભોગ બન્યા છે અને ડરના કારણે ફરિયાદ કરી શક્યા નથી તેવા લોકોનો ખાનગી રાહે સંપર્ક કરી પૂછપરછ કરવામાં આવશે.
આમ, ધીમે-ધીમે પોલીસ દ્વારા આ ટોળકી સામે કાયદાનો સકંજો મજબુત કરવામાં આવી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં આ કેસમાં ટોળકીનો ભોગ બનનાર લોકો સામે આવે એવી શક્યતા છે.
આ પાંચેય શખ્સો છેલ્લા 10 વર્ષથી હત્યાનો પ્રયાસ, પોલીસકર્મીઓ પર હુમલો, ચોરી, લૂંટ, રાયોટીંગ, ખંડણી, અપહરણ, ફોજદારી ધાકધમકી વગેરે જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા.
ગેંગ ચલાવી ગુનાહિત પ્રવૃત્તિથી કેટલી મિલકત વસાવી? : રિમાન્ડ દરમિયાન પૂછપરછ
બચાવ પક્ષના વકીલે કોર્ટમાં દલીલ કરતા જણાવ્યું હતું કે, પોલીસે જે ગુનાઓ દર્શાવી ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે તે ગુનાઓ ર019ના વર્ષની પહેલાના છે. અમુક ગુના પેન્ડીંગ છે, અમુકમાં નિર્દોષ જાહેર થયા છે, પોલીસે અગાઉ કેમ આ કાર્યવાહી ન કરી ? રાજુ સોલંકીએ સરકાર સામે આંદોલન કરવાની તૈયારી દર્શાવતા પોલીસે તપાસ અવળી દિશામાં લઈ જવા આ ગુનો દાખલ કર્યાની રજુઆત કરી હતી. ત્યારે પોલીસ તરફના વકીલે રાજુ સોલંકી, તેના પુત્રો સહિતનાઓ ગુનાહીત પ્રવૃત્તિથી કેટલી મિલ્કત વસાવી છે ? તેમજ આ ટોળકીનો ભોગ બનનાર અને ડરના લીધે અત્યાર સુધી ફરિયાદ કરનાર લોકો અંગેની પૂછપરછ કરવા માટે રિમાન્ડની માંગણી કરી હતી.
રાજુ સોલંકીનો જમાઇ ધનરાજ પરમારની ફરજ રૂકાવટમાં ધરપકડ
જુનાગઢ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવા હેતું સાથે ગુનાખોરી આચરતા અને ગુનાઓ કરી નાશતા ફરતા શખ્સોને ઝડપી લેવા એસ.પી. હર્ષદ મહેતાએ આપેલી સુચનાને પગલે માણાવદર પોલીસ મથકના ચોપડે હોમગાર્ડ જવાનની ફરજ રૂકાવટ કરવાના ગુનામાં સંડોવાયેલા નામચીન શખ્સ અને જુનાગઢનો રાજુ સોલંકીનો જમાઇ ધનરાજ દુર્લભ પરમારની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.