જુનુ મકાન ધરાશાય દુઘટના મામલે તંત્ર દ્વારા કરાય અંતે કાર્યવાહી
જુનાગઢના દાતાર રોડ ઉપર એક જૂની ઈમારત જમીનના દોસ્ત થતાં એક પરિવારના 3 સભ્યો સહિત કુલ 4 ના મોત થતા, આ દુર્ઘટના મામલે જૂનાગઢ મનપાના ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા મકાન માલિક સામે મનુષ્યવધનો ગુનો જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે.
જૂનાગઢના દાતાર રોડ ઉપર કડિયાવાડ નજીક આવેલા શ્રીનાથજી કૃપા નામના બિલ્ડીંગના માલિક એવા તુલસીદાસ વીરજીભાઈ પીઠડીયા, નારણભાઈ વીરજીભાઈ પીઠડીયા અને રતિભાઈ વીરજીભાઈ પીઠડીયા સામે જુનાગઢ મનપાના ટાઉન પ્લાનિંગ ઓફિસર બીપીનકુમાર ગામિતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, મનપાના વોર્ડ નંબર 11 ના વોર્ડ એન્જિનિયર હર્ષદ ભુવા દ્વારા ગત તારીખ 19 મે 2023 ના રોજ કલમ 264 હેઠળ નોટિસ આપવામાં આવી હતી. અને તેમાં બે માળની તેમની બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોય અને સમયસર આ બિલ્ડિંગનો કાટમાળ ઉતરવામાં નહીં આવે તો બિલ્ડીંગની બાજુમાંથી પસાર થતા શહેરીજનો અને મુસાફર માથે બિલ્ડીંગનો કાટમાળ પડશે તો તેમનું મોત નીપજશે તેઓ સ્પષ્ટ જણાવાયું હતું,
તે સાથે મિલકતનો કાટમાળ સુરક્ષિત રીતે ઉતારવા માટે પણ તાકીદ કરાઈ હતી અને જો કાટમાળ ઉતારવામાં નિષ્ફળ જશો અને કોઈ જાનહાની થશે તો જવાબદારી માલિકની રહેશે તેમ નોટિસમાં જણાવવામાં આવેલ હતું. આમ છતાં પીઠડીયા પરિવારના ત્રણેય મકાન માલિકોએ નોટિસની પરવા કર્યા વગર પોતાના મકાનનો કાટમાળ ઉતારેલ નહિ અને આ મકાન ધરાશાયી થતા તેની નીચે 4 વ્યક્તિના દબાઈ જતા મોત નીપજ્યા હોય જેથી ત્રણેય આરોપીઓ સામે મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવે.
દરમિયાન જૂનાગઢ મનપાના ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરાતા જુનાગઢ એ ડિવિઝન પોલીસે શ્રીનાથજી કૃપા બિલ્ડીંગના માલિક તુલસીદાસ પીઠડીયા, નારણદાસ પીઠડીયા અને રતિલાલ પીઠડીયા સામે આઇપીસી કલમ 304, 114 અન્વયે ગુનો દાખલ કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.