બોલેરોમાંથી  1147 વિદેશી દારૂની બોટલ મળી કુલ રૂ. 9.31 લાખનો મુદામાલ કબ્જે: એકની ધરપકડ

જૂનાગઢ જિલ્લાના લીસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા દ્વારા મોકલવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો સગે વગે થાય તે પહેલા જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે પીછો કરી ઘરૂ ભરી લાવનાર ઇસમને વાહન સાથે પકડી પાડી વિદેશી દારૂની કુલ પેટી 68 તથા છુટી બોટલ- 403 મળી કુલ બોટલ નંગ 1147 મળી રૂ. 9,31,420 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા અને આવી પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગેરકાયદેસર પ્રવૃતિને સંપૂર્ણપણે ડામી દેવા ક્રાઇમ બ્રાન્ચ

જૂનાગઢના ઇચા. પો.ઇન્સ. જે.જે.પટેલ,  પો.સ.ઇ. જે.જે.ગઢવી, ડી.કે.ઝાલા તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રાયતન્શીલ હોય. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે, એક ઇસમ પોતાના હવાલાની બોલેરો પીકઅપ રજી.નં. જીજે-13-એટી-4216 ના ઠાઠામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ભરીને હેરફેર કરે છે, અને મજકુર ઇસમ તેના હવાલાના બોલેરો પીકઅપ વાહન લઈ ધંધુસર ગામ તરફ જવાનો છે.

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા, હકિકત આધારે વોચમાં રહેતા વાડોદર તરફથી જીજે-13-એટી-4216 નંબરનું વાહન આવતાં, વાહનના ચાલકને હાથબતી તથા લાકડી વડે વાહન રોકવા માટે ઇસારા કરતા વાહન ચાલક પોલીસને જોઇ પોતાનુ વાહન રોકેલ નહી અને એકદમ પુરપાટ ઝડપે ભગાવી મુક્તા પોલીસે ફીલ્મી ઢબે પીછો કરતા વાહન ચાલક આંબલીયા ગામથી, રવની ગામ થઇ ધંધુસર ગામની વચ્ચે થઇ પાછો આંબલીયા ગામ થઇ વાડોદર ગામથી નાની મારડ ગામ તરફ જતા આશરે દોઢ કે બે કીમી. દુર હાઇ-વે રોડ ઉપર પહોંચતા પોલીસે પોતાનું વાહન આગળ કરી આડું નાખતા સદરહુ વાહનના ચાલકે

પોતાના વાહનને એક્દમ બ્રેક મારી, ઉભી રાખી, પોતે ગાડીમાંથી ઠેકડો મારી, ભાગવા જતા પોલીસે વાહન ચાલકને જેમનો તેમ પકડી પાડી, બોલેરો પીકઅપ વાહનના ઠાઠામાં તપાસ કરતા વિદેશી દારૂની કુલ પેટી 68 તથા છુટી બોટલ- 403 મળી કુલ બોટલ નંગ 1147 મળી આવતા, કુલ રૂ. 9,31,420 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

દરમિયાન પોલીસ તપાસમાં આ પકડાયેલ દારૂનો જથ્થો હમીર ઉર્ફે હમીરો ઉર્ફે ભુટો ઉર્ફે મામો મેણંદભાઇ મુળીયાસીયા રહે. ધંધુસર વાળાના કહેવાથી દેવા સુંડાવદરા એ ધોરાજી ખાતે ચાંમુંડા હોટલેથી ગાડી લઇ જઇ ભરી આપી અને હમીરો તથા નરબત ઉર્ફે નબો નગાભાઓ ઓડેદરાએ દારૂની ગાડીનુ પાયલોટીંગ કરી અને હમીરાએ આ પકદાયેલ દારૂનો જથ્થો ધીરેન કારીયા પાસેથી મેળવ્યો હોવાનું ખુલતા જયેશભાઇ ઉર્ફે જયલો કનુભાઇ મુળીયાસીયા, હમીર ઉર્ફે હમીરો ઉર્ફે ભુટો ઉર્ફે મામો મેણંદભાઇ મુળીયાસીયા, દેવા સુંડાવદરા, નરબત ઉર્ફે નબો નગાભાઓ ઓડેદરા તથા ધીરેન કારીયા સામે તાલુકા પોલીસમાં પ્રોહી. એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.