જુનાગઢ રેન્જ આઈ.જી.પી. શ્રી એસ.જી.ત્રિવેદી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબે સમગ્ર જિલ્લામાં દારૂબંધીનાં કડક અમલ માટે આપેલ સૂચના અન્વયે રાત્રી દરમ્યાન અંધારાની ઓથ માં ચાલતી દારૂ જુગારની ગે.કા. પ્રવૃતિઓ પકડી પાડવા સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પો.ઇન્સ આર.કે.ગોહિલ તથા ક્રાઇમ બ્રાન્ચના પો.સ્ટાફ ના માણસો સાથે જૂનાગઢ શહેર વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા દરમ્યાન પો.કોન્સ આઝાદસિંહ સીસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, દેવાભાઈ ભરાઈ, ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, એક હોન્ડા સિટી કાર જેના રજી.નં GJ-15-DD-9748 ની જૂનાગઢ બાયપાસ તરફથી સાંતેશ્વર તરફ જવાની હોય એવી હકીકત મળતા શાંતેશ્વર રોડ ગેસપંપ પાસે આવી વોચ માં હતા દરમ્યાન હકીકત વાળી ગાડી આવતા જે રોકવાની કોશિશ કરતા રોકાયેલ નહીં જેનો પીછો કરતા શાંતેશ્વર રહેણાંક વિસ્તારમાં મૂકી નાસી ગયેલ જે ગાડીમાં જોતા પરપ્રાંતીય બનાવટની જુદી જુદી બ્રાન્ડની ઇંગલિશ દારૂ ની બોટલ નંગ-૪૩૨ તથા બિયર ટીન નંગ-૧૬૮ જે તમામની કુલ કિ.રૂ.૧,૮૯,૬૦૦ તથા હોન્ડા સિટી કાર કિ.રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૪,૮૯,૬૦૦ નો મુદ્દામાલ મળી આવતા આ સદરહુ ગાડી ના ચાલક તથા તેની સાથે ના ઇસમ સામે જુનગઢ બી.ડી.વિપો.સ્ટે પ્રોહીબિશન એકટ હેઠળ ધોરણસર ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી માં ક્રાઇમ બ્રાન્ચ.ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી આર.કે.ગોહિલ સાથે પો.હેડ.કો. એસ.એ.બેલીમ,એચ.વી.પરમાર,તથા પો.કો., આઝાદશીહ મૂલુભાઇ , ઇન્દ્રજીતસિંહ રણવીરસિંહ, રોહિતભાઈ રામકુંભાઈ, દેવાભાઈ લખમણભાઈ, યશપાલસિંહ સુરેન્દ્રસિંહ દિવ્યેશભાઈ ધીરજલાલ વિગેરે સાથે રહી કામગીરી કરેલ છે.