જુનાગઢ રેન્જ આઈ.જી.પી. શ્રી એસ.જી.ત્રિવેદી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી નીલેશ જાજડીયા સાહેબે સમગ્ર જીલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે આપેલ સુચના અન્વયે દારૂ જુગારની ગે.કા પ્રવૃતિઓ પકડી પાડવા સુચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચ ઇન્ચાર્જ પો.ઇન્સ આર.કે ગોહિલના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પો.સ્ટાફના માણસો જુનાગઢ શહેર વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિહ સીસોદીયા, રોહિતભાઈ ધાંધલને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે,મેંદરડા તાલુકાના કેનેડીપુરનો વિજય ભીમાભાઇ કાઠી દરબાર પોતાના હવાલાની બોલેરો પીકઅપ વાહનમાં પરપ્રાંત બનાવટનો ઈંગ્લીશદારૂનો જથ્થો લાવી જુનાગઢ વિજય ઉર્ફે ભીખો સગર તથા યુવરાજ દરબારને આ ઈંગ્લીશદારૂનો જથ્થો આપવાનો છે.
હાલ વાડલા ફાટક પાસે મેક્સ વોટર પ્લાન્ટ પાછળ આવેલ નીલ એવન્યુ ટાઉનસીપમાં આ પરપ્રાંત બનાવટના દારૂના જથ્થાનું કટીંગ ચાલુ છર તેબી ચોક્કસ બાતમી મળતા પો.સ્ટાફ સાથે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મજકુર ઇસમ (૧)વિજય ભીમભાઈ ચાંદ્રડ રે.કેનેડીપુર તા.મેંદરડા (૨) યુવરાજસિહ ગંભીરસિહ વાળા રે.જુનાગઢ ખલીલપુર રોડ મૂળ જામનગર (૩)વિજય ઉર્ફે ભીખો વલ્લભભાઈ કળથીયા રે.જુનાગઢ ખલીલપુર રોડ મૂળ મેંદરડા રહે. અમરગઢ તા.મેંદરડા વાળાઓ ઈંગ્લીશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની પેટી નંગ-૭૦ કુલ બોટલો નંગ-૮૪૦ કી.રૂ.૩,૩૬,૦૦૦/- તથા બીયર પેટી નંગ-૨૦ કુલ ટીન નંગ-૪૮૦ કી.રૂ.૪૮,૦૦૦/- તથા બોલેરો પીકઅપ રજી નં,GJ-25-U-2227 જેની કી.રૂ.૪,૦૦,૦૦૦/-તથા છોટા હાથી રજી નં.GJ-11-TT-5857 કી.રૂ.૨,૦૦,૦૦૦/-માં ઉપરોક્ત દારૂનું કટીંગ કરતા મળી આવેલ તેમજ ફોરવ્હીલ કાર રજી.નં GJ-1-RA-3864 કી.રૂ.૪,૦૦,૦૦૦/- તથા મો.ફોન નંગ-૮ કી.રૂ.૬૦૦૦/- મળી કુલ કી.રૂ.૧૩,૯૦,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા તેઓ વિરુધ્ધ વંથલી પો.સ્ટે. પ્રોહીબીશન એક્ટ હેઠળ ધોરણસર ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરીમાં ક્રાઈમબ્રાન્ચ.ના પો.હેડ.કોન્સ. એસ.એ.બેલીમ, એચ.વી.પરમાર, તથા પો.કોન્સ આઝાદસિહ મુળુભાઈ, ઇન્દ્રજીતસિંહ રણવીરસિહ રામકુભાઈ, દેવાભાઈ લખમણભાઈ, તથા વંથલી પો.સ્ટાફના માણસો વિગેરે સાથે રહી કામગીરી કરેલ છે.