વોકળા, સફાઈ, જર્જરીત ઈમારતોને નોટિસ
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાના આગમન પૂર્વે કરવાની થતી પ્રીમોનસૂન કામગીરી હાથ ધરાઈ છે, શહેરના 27 વોકડા ની સફાઈ શરૂ કરાઈ છે આ સાથે જુનવાણી મકાનો મામલે સર્વેની કામગીરી પૂર્ણ કરી, જુનાગઢ શહેરની 35 જેટલી જર્જરીત ઇમારતો મકાનો અંગે નોટિસ ઇસ્યુ કરાઈ છે.
ચોમાસા પૂર્વે સમગ્ર રાજ્યભરમાં સરકાર દ્વારા પ્રયુગ માણસોની કામગીરી કરવાના આદેશ અને સૂચનો કરવામાં આવે છે ત્યારે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે શહેરમાં હાલમાં 27 જેટલા મોકળા વોકડા આવેલા છે જેમાં મોટા સાત અને 20 નાના વોકળા નો સમાવેશ થાય છે ત્યારે શહેરમાં જો ભારે વરસાદ થાય તો આ વકડા ભરાઈ ન જાય અને તેના પાણી આસપાસના વિસ્તારોમાં ન પ્રવેશે તે માટે મનપા દ્વારા આવા રોકડાની સફાઈ હાથ ધરવામાં આવી હોવાનું મનપાત દ્વારા જાણવા મળી રહ્યું છે.
ચોમાસાના આગમન પૂર્વે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરમાં ભારે વરસાદ અને ભારે પવન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે જુનવાણી અને જર્જરીત મકાનો, ઈમારતોનો સર્વે હાથ ધરાયો હતો, આ સર્વે કામગીરી પૂર્ણ કરીને મહાનગરની 35 જેટલી જુનવાણી અને જર્જરીત મકાનો, ઈમારતોને નોટિસ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તથા જે બિલ્ડીંગો જુનવાણી અને જેનો કેસ કોર્ટમાં હોય તેની અલગથી કામગીરી કરવામાં આવશે. તેમ જુનાગઢ બાંધકામ શાખાના અધિકારી એ જણાવ્યું છે.
આમ જોઈએ તો, જુનાગઢ શહેરમાં 27 જેટલી જર્જરીત અને જૂના મકાનોને જે નોટિસો પાઠવવામાં આવી છે તેમાંની મોટાભાગની ઇમારતો અને મકાનોને તો છેલ્લા અનેક વર્ષોથી નોટિસ પાઠવવામાં આવતી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની મનપા સામે તે વિસ્તારના રહેવાસીઓની રાવ છે, જ્યારે બીજી બાજુ શહેરમાં સામાન્ય વરસાદ થતાં જ શહેરની ગટરો અને વોકડાની સાથે અન્ડર બ્રિજમાં પણ પાણીનો નિકાલ ન થતો હોવાથી વરસાદી પાણી શહેરના રાજમાર્ગો સહિત નીચાણવાળા વિસ્તારોમાં પ્રસરી જતા હોવાની પણ વારંવાર અને વર્ષોથી બુમો ઊઠવા પામે છે, ત્યારે મનપા દ્વારા આ વર્ષે પ્રીમોનસુનની કામગીરી માત્ર કાગળ ઉપર નહીં, પણ ખરા અર્થમાં થાય તેવો જુનાગઢના શહેરીજનોમાં ગણગણાટ થઈ રહ્યો છે.