જિલ્લા શિક્ષણ અધિકારી પણ કોરોનાની ઝપેટમાં
જિલ્લામાં ક્ધટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા 204
અબતક,દર્શન જોશી,જૂનાગઢ
ગઈકાલે જૂનાગઢ શહેરમાં કોરોના કેસનો જાણે રાફડો ફાટયો હોય તેમ એક જ દિવસમાં શહેરના 116 મળી જિલ્લાના કુલ 131 લોકો કોરોના પોઝિટિવ થતા તંત્રમાં દોડધામ વધી ગઇ છે. તો જિલ્લા શિક્ષણ અધિકારી પણ કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જુનાગઢ જિલ્લામાં ગઈકાલે મંગળવારે જ્યારથી કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ છે, ત્યારથી આત્યાર સુધીના સૌથી વધુ 131 પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા હતા, જેમાં જૂનાગઢ શહેરના 116, જુનાગઢ તાલુકાના 7, કેશોદ તાલુકામાં 2, માંગરોળ તાલુકામાં 1 અને વંથલી તાલુકામા 5 કોરોના પોઝિટિવ દર્દીનો સમાવેશ થયો છે.આ સાથે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ ઉપાધ્યાય કોરોના સંક્રમિત થયા છે, તેમણે સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા તેમજ જરૂર પડયે હોમ કોરોતાઇન થવા જણાવ્યું છે.
ગઈકાલે 18 જાન્યુઆરીએ જિલ્લામાં કુલ 131 દર્દી કોરોના સંક્રમિત બન્યા છે આમાંથી 116 કેસ જૂનાગઢ શહેરના નોંધાયેલ છે, ત્યારે જિલ્લાના કુલ કેસના 773 ટકા કેશ માત્ર જુનાગઢ સીટી ના હોય, જૂનાગઢ શહેરમાં સંક્રમણ બેફામ ગતિએ વધી રહ્યું છે, ત્યારે લોકોએ સાવધાની સાથે સાવચેત રહે તે જરૂરી બન્યું છે. જૂનાગઢ જિલ્લામાં કોરોના ને રોકવા તંત્ર દ્વારા હાલમાં 204 ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે, જેમાં 912 ઘરના 20,161 લોકોનો સમાવેશ કરાયો છે, બીજી બાજુ શહેરમાં 1, 211 અને ગ્રામ્યમાં 2,566 મળી ગઈકાલે એક જ દિવસમાં કુલ 3,777 લોકોને આરોગ્ય વિભાગ દ્વારા રસી આપી કોરોનાથી રક્ષિત કરાયા છે.