મોરારીબાપુ વંશજ હોવાનું સાબિત નહીં કરે તો ફરિયાદ દાખલ કરવાની સાધુ સમાજની ચીમકી
મોરારીબાપુએ જુનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે પોતે નરસિંહ મહેતાની છઠ્ઠી પેઢીના વંશજ હોવાનું નિવેદન આપતા વિવાદ ઉભો થયો છે. જે આ વાત મોરારીબાપુ સાબિત કરીને નહીં બતાવે તો સાધુ સમાજે ફરિયાદ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે વધુ વિગત અનુસાર પ્રખર રામાયણી માનસ મર્મજ્ઞ મોરારીબાપુએ કરેલા કેટલાક નિવેદનો બાદ વિવાદનો મધપુડો છંછેડાયો છે. તાજેતરમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિ.ના નવા ભવનોના લોકાર્પણ અને વિદ્યાર્થી પ્રવેશ વખતે મોરારીબાપુએ પોતે નરસિંહ મહેતાની છઠ્ઠી પેઢીના વંશજ હોવાનું કહી પોતે સાધુ નહીં બ્રાહ્મણ હોવાનું જણાવ્યું હતું તેના પગલે સરકડીયા હનુમાન મંદિરના મહંત હરીદાસ મહારાજ બાપુ સામે મોરચો માંડયો છે અને જણાવ્યું છે કે મોરારીબાપુ સાબિત કરે કે તે બ્રાહ્મણ છે નહીંતર કેસ કરીશ સરકડીયા હનુમાન મંદિરના મહંત, અખિલ ભારતીય સમાજના સેક્રેટરી હરીદાસ મહારાજે તીવ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે, મોરારીબાપુ જાત-જાતના વિવાદ કરવા માટે જાણીતા છે. વાસ્તવમાં તે રામચરિત માનસની કથા કરતા જ નથી. કથામાં જેમનમાં આવે તે બોલી દે છે. બાપુકથા ઓછી અને નૌટંકી વધારે કરે છે જો નૌટંકી જ કરવી હોય તો વ્યાસપીઠ છોડીને રંગમંચ ઉપર આવી જવુ જોઈએ અનેક જાતના વિવાદો વિશે પ્રકાશ પાડતા હરીદાસ મહારાજે જણાવ્યું હતું કે, સ્મશાનમાં લગ્ન કરાવ્યા છે.
કથા વિશે પણ ઘડીભર માનસ સાગર કહે છે. માનસ મહમદ કહે છે માનસ ‚ખડ કહે છે માનસના નામે કંઈ બોલી દે છે થોડા સમય પહેલા બલરામ પણ એલફેલ બોલ્યા હતા. બાપુ સમાજ માટે શું કરે છે ? સંત પોતાની જાતને કહેવડાવે છે પરંતુ ગ્રહસ્થ બન્યા છે તો પછી સંત કયાંથી કહેવાય ? આમ બાપુના બેફામ નિવેદનો બફાટ સામે સંતોમાં વિરોધ જાગ્યો છે ત્યારે હવે જોવું રહ્યું આ પ્રકરણમાં આગળ શું થાય છે ? આના સિવાય બાપુની અગાઉ થયેલી કથાઓ કોઈ ધાર્મિક વૃતિના કારણે ન થઈ હોય રસ્તા અને જમીનો કલીયર કરાવવા માટે તેમજ વૃક્ષોના આડેધડ નિકંદનો કાઢવા માટે થઈ રહી હોવાની અનેક ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે.