મહાપાલિકાની સામાન્ય સભામાં લેવાયો નિર્ણય: બિલ્ડરોને ફાયદો કરાવવા ફી ઘટાડી હોવાથી પ્રજાજનોમાં કચવાટ
જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ મળેલ હતુ આ જનરલ બોર્ડમાં વર્તમાન ચાલીર રહેલ ગૌ પ્રકરણ આઉટ સોર્સીંગના કર્મચારીઓનો મુદો તેમજ બાંધકામ ફી માં તોતીંગ ઘટાડો મુખ્ય મુદા રહ્યા હતા તેમાંય બાંધકામ ફીમાં થયેલ ઘટાડો સ્થાનિક પ્રબુધ્ધ નાગરીકો ને દલાતરવાડીની નીતિ જેવો લાગ્યો હતો. ચોકકસ જૂનાગઢમાં બિલ્ડર લોબીને સીધો લાખશેનો ફાયદો કરાવવા આ નિર્ણય લેવાયો હોવાનું લોકોમાં ચર્ચાતુ જોવા મળ્યું હતુ પ્રબુધ્ધ નાગરીકોનાં મોઢે ચર્ચાતી વાતો પરથી દલાતરવાડીઓ વર્તમાન પરિસ્થિતિમાં બોર્ડ ચલાવી રહ્યા છે. તેવું જાગૃત નાગરીકોને દેખાઈ રહ્યું છે.
આ અંગે વધુ વિગત અનુસાર જૂનાગઢ મનપાનું શુક્રવારે જનરલ બોર્ડ મળ્યું હતુ બોર્ડમાં ગૌશાળા પ્રકરણ, આઉટ સોર્સીંગમાં કર્મચારીઓના શોષણ, ડ્રાઈવરોના પ્રમોશન રહ્યા ઉપરકોટના તળાવની સફાઈ સહિતના વિવિધ મુદે રજુઅત થતા કરી હતી જયારે વોકળા અને ગટરના દબાણ મુદે રજૂઅત થતા આ મામલે કમિશ્નરને તપાસ કરવા બોર્ડમા નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત હાઉસ ટેકસમાં ૧૦ ટકા અને ઓનલાઈનમાં ૧૧ ટકા વળતર તેમજ બાંધકામ પરમીશન ફી ૩૦૦માંથી ૩૦ કરવા સહિતનીદરખાસ્ત સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. શરૂ આતમાંજ વિપક્ષના સતિષ વિરડાએ ગૌશાળામાં ગાયોના મોતના મામલે શાસક પક્ષનો ઉધડો લીધો હતો અને જણાવ્યું હતુ કે શા માટે કોર્પોરેશન દ્વારા માત્ર શરતભંગની જ ફરિયાદ નોંધાઈ છે.
આમાતો ગૌવંશ હત્યાની કલમ ઉમેરવી જોઈએ આ મુદે ડે.મેયર ગીરીશ કોટેચા, પુનીત શર્માએ જણાવ્યું હતુકે આમાં જે કોઈની પણ સંડોવણી હશેતેગમે તેવા ચમરબંધી હશે તો પણ તેને છોડવામાં આવશે નહિ સ્ટાફને બેસાડી તપાસ થશે અને આકરા પગલા લેવાશે ગટર અને વોકળા પરના દબાણ મામલે રજૂઆત થતા તેની તપાસ કમિશ્નરને સોંપવાનો નિર્ણય લેવાયો છે.જયારે કોંગ્રેસી કોર્પોરેટર વિજય વોરાએ ઉપરકોટના તળાવમાં સફાઈ મુદે ઉગ્ર રજુઆત કર્યા બાદ ૮ તળાવ એક પછી એક ખાલી કરી સાફ કરવા નિર્ણય લેવાયો હતો. જયારે વર્ષોથી કામ કરતા કર્મચારીઓના ડ્રાઈવરનાં ઓર્ડર રદ કરવા મુદે રજૂઆત બાદ તેમાં પણ યોગ્ય કરવા મનપા નિર્ણય લેશે તેવું જણાવ્યું હતુ જયારે આઉટ સોસીંગ થતા કામદારોના શોષણ મુદે રજુઆત બાદ તે અંગે તપાસ કરી સાંજ સુધીમાં તેનો રિપોર્ટ શાસક પક્ષના નેતા અને વિરોધ પક્ષના નેતાને આપવા મહેકમ શાખાને તાકીદ કરાઈ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com