જુનાગઢ છેલ્લા પંદરેક દિવસ કરતા વધુ સમય થી કુટુંબી દિકરીના લગ્ન માટે એકઠા કરેલા ૧,૭૫,૦૦૦ પોલીસ વડાના કમાન્ડલ લઇ ગયાની ફરીયાદ બાદ ન્યાય માટે કાળવા ચોકમાં છાવણી નાખી ઉપવાસ આંદોલન પર બેઠેલ દલીત યુવાન તેમજ તેમના સમર્થકોએ અન્ય એક પોલીસ કોન્સ્ટેબલે છાવણી પર આવી બબાલ કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ થતા શહેરભરમાં આ મામલાના ચર્ચાએ જોર પકડયું છે.
આ અંગે સૂત્રો સહિત લોકોમાં મળેલી ચર્ચા અનુસાર ગણતરીના દિવસો પહેલા જીલ્લા પોલીસ વડાના કમાન્ડોએ ગાડીમાંથી રૂપિયા લઇ પોલીસ વડાને આપ્યા હોવાની ફરીયાદ થઇ હતી. આ ફરીયાદ બાદ ન્યાય માટે પ્રતિક ઉપવાસ બાદ અન્નજળનો ત્યાગ કરી છાવણીમાં બેસેલ દલીત યુવાન તેમજ તેમના સમર્થકો પાસે પોલીસ કોન્સ્ટેબલ કેશુભાઇ કરમટાએ આવી બબાલ કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ એ ડીવીઝન પી.આઇ તેમજ રેન્જ આઇજી સહીત માનવ અધિકાર પંચ ગૃહ મંત્રી, રાજયપાલ, તેમજ રાજય ના પોલીસ વડા સહીત અગીયાર જેટલી જગ્યાએ આ મામલે ફરીયાદ કરાઇ છે.
ઉ૫વાસ આંદોલન ચલાવી રહેલ દલીત યુવાનના સમર્થક ધર્મેશ પરમારે દલીતો સાથેની આ વર્તન ભાજપના ઇશારે ચાલતું હોવાનું કહી ન્યાય માટે લડતા આ યુવાન તેમજ સમર્થકોને સમર્થન આપ્યું હતું.જયારે બીજી તરફ પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ ઉપવાસ પર બેઠેલા યુવાન સહિત તેમના સમર્થકો પોલીસ ની આંકરી કામગીરીને લઇને અકળાયા હોવાથી ખોટા આક્ષેપો કરી રહ્યા હોવાનું જણાવેલ છે.આ બાબતે ન્યાયીક તપાસ કરી દુધનું દુધ અને પાણીનું પાણી થાય તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.