જૂનાગઢ,ભવનાથ તળેટી ખાતેથી આગામી તા.૮થી ૧૨ સુધી ગિરનાર પરિક્રમા યોજાનાર છે. પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોડાશે , જેથી જંગલ, વન્યપ્રાણી અને પર્યાવરણના હિતની જાળવણી તથા નિયમન કરવાનું જરૂરી હોય જૂનાગઢ વન વિભાગના નાયબ વન સંરક્ષકએ પરિક્રમાર્થીઓને ખાસ અનુરોધ કર્યો છે. જે મુજબ ગિરનાર અનામત જંગલ વિસ્તારમાં આવેલ પક્રિમાના રસ્તા તથા કેડીઓ ભવનાથથી રૂપાયતનનો રસ્તો, રૂપાયતનથી ઈંટવા સુધીનો રસ્તો, ઈટવાથી ચાર ચોક થઇ ઝીણાબાવાની મઢી સુધીનો રસ્તો, જાંબુડી થાણાથી ચાર ચોક સુધીનો રસ્તો , ઝીણાબાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીની કેડી,માલીડાથી પાટવડ કોઠા થઇ સુરજકુંડ સુધીનો રસ્તો, સુરજકુંડથી સરકડીયા સુધીનો રસ્તો, સુરજકુંડથી સુકનાળા સુધીનો રસ્તો, સુકનાળાથી માળવેલા સુધીની કેડી, માળવેલાથી નળપાણીની ઘોડી સુધીની કેડી, નળપાણી ઘોડીથી નળપાણીની જગ્યા સુધીનો રસ્તો, નળપાણીની જગ્યાથી બોરદેવી ત્રણ રસ્તા સુધીનો રસ્તો, ભવનાથથી બોરદેવી સુધીનો રસ્તો, વન વિભાગ દ્વારા રસ્તાઓ નિયત કરાયેલ છે. જેનો ઉપયોગ કરવા પરિક્રમાર્થીઓને જણાવવામાં આવે છે.ઉપરાંત ગિરનાર જંગલને અનામત જંગલ તરીકે જાહેર કરવામાં આવેલ છે. આથી શ્રધ્ધાળુઓએ નીચે મુજબના કાયાદાકીય સુચનો ધ્યાને લઇ પરિક્રમાં દરમ્યાન કાળજી લેવી. ગિરનાર જંગલમાં પરિક્રમા દરમ્યાન ઉપરોકત નકકી કરેલ રસ્તા અને કેડીઓ સિવાયના અન્ય જંગલ વિસ્તારમાં કોઇએ પણ પ્રવેશ કરવો નહી. અને વન્ય પ્રાણી, પશુઓને છંછેડવા નહી કે તેનો શિકાર કરવો નહી. આ એક ગંભીર ગુન્હો છે. વન્ય પ્રાણીઓથી કોઇ નુકશાની થશે તો તેની કોઇપણ જાતની જવાબદારી સરકારની રહશે નહી.અનામત જંગલમાં બીન અધિકૃત પ્રવેશ કરીને ઝાડો કે ઝાડની ડાળીઓ, વાંસ વિગેરેનું કટીંગ કરવું નહી. તેમજ જંગલમાં કે કેડી રસ્તા ઉપર અગ્નિ સળગાવવા નહીં અને જંગલ ને નુકશાન થાય તેવા કૃત્યો કરવા નહી. પરીક્રમા દરમ્યાન સરકારી ફરજ પર રોકાયેલા વાહનો તેમજ આ ખાતાની પરવાનગી મેળવેલ હશે તે સિવાયના કોઇપણ પ્રકાર ના વાહનો ને જાહેર રસ્તા કે કેડી ઉપર અવર-જવર ઉપર પ્રતિબંધ છે. ઉપરોકત જાહેરાત વિજ્ઞપ્તિ ના ભંગ કે ઉલંધન કરનાર સામે ભારતના વન્યપ્રાણી સંરક્ષણ ધારા ૧૯૭૨ની વિવિધ કલમોની જોગવાઇ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે તેમ નાયબ વનસંરક્ષકએ વધુમાં જણાવ્યુ છે. ઉપરાંત ગયકાલે જૂનાગઢ જિલ્લા કલેકટર. એસ.પી. મહાનગરપાલિકા કમિશ્નર તેમજ ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરિક્રમા રૂટનું નીરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું સાથે પરિક્રમા દરમિયાન ભારે વાહનોની પ્રવેશ બધી સહિતના જરૂરી આદેશો કરાયા હતા સાથે હવામાન વિભાગની વાવાઝોડાની આગાહી ને ધ્યાનમાં લઈને નીયત સમયે જ પરિક્રમા શરુ થશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો