રાજયમાં દીકરી અને દિકરાનો રેશીયામાં સમતુલા જળવાઈ રહે અને દિકરી જન્મને પ્રોત્સાહન મળે એ માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. આજ રોજ જૂનાગઢમાં બેટી બચાઓ બેટી પઢાવો યોજના અન્વયે જૂનાગઢ કલેકટરશ્રી ડો.સૈારભ પારઘીના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સની મીટીગ યોજાઈ હતી. કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે, જે ગામમાં બાળકીનો રેશીયો ઓછો છે ત્યાં વધુ કઈ કઈ કામગરી થઈ શકે તે વિશે સૂચનો કર્યા હતા. આ તકે આજ રોજ યોજાયેલ મીટીંગમાં વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન બેટી બચાઓ બેટી પઢાઓ યોજના માટે મળેલ ગ્રાન્ટની સામે ખર્ચની રજૂઆત કરવામાં આવી હતી. જે અન્વયે વર્ષ ૨૦૧૮-૧૯ ધરવામાં આવેલ વિવિધ પ્રવૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં ઈનટરનેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની ઉજવણી, સ્ત્રીભૃણ હત્યાના કારણે ઉદભવતી સમસ્યા અંગે સેમીનાર,વર્કશોપ, શહેરના મુખ્ય માર્ગોમાં હોર્ડીંગ્સ લગાડવા, તથા નેશનલ ગલ્સ ચાઈલ્ડ સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ હતી.જયારે આગામી વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં થનાર જાગૃતિ કાર્યક્રમમાં મીડિયા કેમ્પેઈન , દિકરી વધામણા કીટ,દિકરી દતક લીધેલ વાલીનું સન્માન,ટેલેન્ટ એવોર્ડ, વિવિધ સંમેલનો વગેરે યોજાશે.આ તકે મીટીંગમાં જુનાગઢ એસપી શ્રી સૈારભ સીંઘ,પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ, જિલ્લા આરોગ્ય અધિકારી ચેતનભાઈ મહેતા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વી પી મછાર, પ્રોબેશનર આઈએસ અક્ષય બુડાણિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારી કે એ પટેલ, જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી રણવીર પરમાર, સહીતના ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્યમાં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામમાં સફળતા મળે.
- ઉતરાયણ પર્વ નિમિત્તે ત્રણ “સ” યાદ રાખો… સમજદારી, સદભાવ અને સાવચેતી
- પિઝા સ્વાસ્થ્ય માટે ખતરનાક..!
- રાજકોટ : રેલવે તંત્રની લોકોને ટ્રેકની ઉપર આવેલ હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવાની અપીલ
- Tech Knowledge : શું તમારું Wi-Fi રાઉટર આખી રાત ચાલુ રહે છે???
- રાજકોટનું આકાશ રંગાયું પતંગોના રંગે
- ગાંધીધામ: હિમાલયીન સમર્પણ ધ્યાનયોગની નિઃશુલ્ક આઠ દિવસીય વીડિયો શિબિરનું કરાયું આયોજન
- નલિયા: અયોધ્યા ખાતે રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા બજાર ચોક ખાતે કરાઈ ઉજવણી