ગુજરાતની વિધાનસભાના કાયદા મુજબ ઇ.સ. 2015માં સ્થાપવામાં આવેલ અને ઇ.સ. 2016થી પુર્ણરૂપે કાર્યરત થયેલ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢનો સૌપ્રથમ પદવીદાન સમારંભ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અઘ્યક્ષસ્થાને આવતીકાલે તા.ર1 જુલાઇ બુધવારે યોજવામાં આવનાર છે. યુનિવર્સિટીના નિયમન અને નિયંત્રણ હેઠળ આવતા જુનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા એમ ચાર જીલ્લાના કુલ 30362 વિઘાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવશે ઉપરાંત 54 વિઘાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આ સૌપ્રથમ ઐતિહાસિક પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપરાંત રાજયના કેબીનેટ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબીનેટ પ્રવાસન તથા મત્સ્ય ઉઘોગમંત્રી, જવાહરભાઇ ચાવડા, રાજયકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે તથા પ્રસિઘ્ધ ભાગવતાચાર્ય પૂ. રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી) ઉ5સ્થિત રહેશે. પૂ.ભાઇશ્રી ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તરફથી માનદ ડોકટરેટની પદવી પણ એનાયત કરવામાં આવશે.
કોવિડ ગાઇડ લાઇન્સના ચુસ્ત પાલન સાથે કૃષિ યુનિવર્સિટી જુનાગઢના ઓડિટોરીયમ ખાતે સવારે 11 કલાકે ઓનલાઇન-ઓનલાઇન (બ્ડેન્ડેડ મોડ) યોજનાર આ પદવીદાન સમારંભની તૈયારીને ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીના નેજા હેઠળ આખરી ઓપ અપાઇ રહ્યો છે. કોવિડ-19 ની માર્ગદર્શિકા અનુસાર મર્યાદિત સંખ્યા સાથે પ્રથમ પદવીદાન સમારોહનું આયોજન કરેલ હોય તમામ સંચાલકઓ, આચાર્યઓ, અઘ્યાપકઓ તેમજ અન્ય વિઘાર્થીઓને પ્રથમ પદવીદાન સમારોહમાં ઓનલાઇન જોડાવવા જણાવવામાં આવ્યું છે.
ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળ આવતા જિલ્લાના તેજસ્વી વિઘાર્થીઓને ઉચ્ચ કારકિદી ઘડવામાં સતત પ્રોત્સાહન મળતું રહે તે હેતુથી વિવિધ ગોલ્ડ મેડલના દાતાઓએ રીતસર દાનની સરવાણી વહાવી છે. સ્નાતક કક્ષાએ સ્વ. ભગવાનભાઇ ભાભાભાઇ બારડ, પૂજય શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી, ડો. વી.આર. ગોઢાણીયા, સ્વ. નિર્મલાબેન નવલભાઇ જોશી તથા ડો. હરિભાઇ એસ. ગોધાણીના નામનો ગોલ્ડ મેડલ અપાશે. જયારે અનુસ્નાતક કક્ષાએ સ્વ. પ્રો. ડી.એલ.રામ, ડો. રમાબેન દિનુભાઇ દેવાણી, કેશોદ, નટુભાઇ રણમલભાઇ ભાટુ, રાજરત્ન શેઠ નાનજીભાઇ કાલિદાસ મહેતા, ડો. સુભાષ પેથલજીભાઇ ચાવડા, માતૃશ્રી લતાબેન જે.લાલ તથા શેઠ જેન્તીભાઇ જે. લાલ, સ્વ. ચંપાબેન વલ્લભભાઇ વડોદરીયા, વૃંદાવન કેળવણી મંડળ (હીરાભાઇ જોટવા) ડો. ભાવનાબેન મશરુ, સ્વ. ડો.ભરતભાઇ બારડ, સ્વ. જીતુભાઇ હીરપરા પરિવાર, શ્રીમતિ કંચનબેન કાકુભાઇ સવજાણી, ડો. સુભાષ પેથલજીભાઇ ચાવડા, ડો. વી.આર. ગોઢાણીયા, વી.જે. મોઢા કોલેજ પોરબંદર, સ્વ. જશુભાઇ ધાનાભાઇ બારડ (હ. શૈલેશભાઇ) તથા કાકુભાઇ મનજીભાઇ સવજાણીના નામનો ગોલ્ડમેડલ આપવામાં આવશે. યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ હોય, વિઘાર્થીઓ, શિક્ષણવિદો, ટીચીંગ તથા નોન-ટીચીંગ સ્ટાફમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર એકઝીકયુટીવ કાઉન્સીલ, બોર્ડ ઓફ ગવર્નર્સ, એકેડમિક કાઉન્સીલ સહિતના સત્તામંડળો તથા યુનિવર્સિટીના ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફ સહીતના લોકોની કોર કમીટી તથા અન્ય કમીટીઓ કાર્યરત બનીને જહેમત ઉઠાવી રહી છે.